Home Gujarat Gujarat Ev Fuel Saving Ministers Bus Electric Vehicles

કોઈ EV સ્કૂટર, કોઈ EV કાર તો કોઈ બસમાં...! : PM મોદીના લેશન પછી સામાન્ય માણસની જેમ ચાલતી થઈ ગુજરાત સરકાર

મંત્રીઓની છબી
Play Video
Image Credit: OBS bureau
Published by: Niraj Chokshi
Last Updated: May 15, 2026, 10:04 AM IST

ગુજરાતમાં વધતા ઈંધણ વપરાશ અને વૈશ્વિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર દ્વારા ઈંધણ બચત માટે એક પ્રતિકાત્મક તેમજ પ્રાયોગિક પહેલ શરૂ કરવામાં આવી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કરેલી અપીલને ગુજરાતના મંત્રીઓ અનુસરી છે. સામાન્ય નાગરિકોને પ્રેરણા મળે તે માટે મંત્રીઓ પોતે ઈલેક્ટ્રિક વાહનો, જાહેર પરિવહન અને કારપૂલિંગ અપનાવ્યું છે. તાજેતરમાં ગાંધીનગરમાં યોજાયેલી કેબિનેટ બેઠક દરમિયાન કેટલાક મંત્રીઓએ પરંપરાગત કાર કાફલાની જગ્યાએ અન્ય વિકલ્પો અપનાવ્યા હતા.

ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કારપૂલિંગ કર્યું, એક સાથે 4 મંત્રીઓ કારમાં આવ્યા. રાજ્ય કક્ષાના વનમંત્રી પ્રવિણ માળી Mali ઈલેક્ટ્રિક સ્કૂટર પર બેઠકમાં પહોંચ્યા, જ્યારે શિક્ષણમંત્રી પ્રદ્યુમન વાજા ઈલેક્ટ્રિક કારમાં આવ્યા હતા. આ દૃશ્યો રાજ્યમાં નવો સંદેશ આપે છે કે સરકારનાં મંત્રીઓ ઊર્જાની બચત માટે પ્રતિબદ્ધ છે.

મંત્રીઓ દ્વારા ઉદાહરણાત્મક પહેલ

નાયબ મુખ્યમંત્રી Harsh Sanghaviએ જણાવ્યું કે દેશવ્યાપી સ્તરે પ્રધાનમંત્રીની અપીલ બાદ લોકોમાં જાહેર પરિવહન પ્રત્યે રુચિ વધી છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે એકથી વધુ કારના બદલે એક જ વાહનમાં મુસાફરી કરવાથી પેટ્રોલ-ડીઝલની બચત શક્ય છે સાથે સમય અને સંસાધનોનો પણ બચાવ થાય છે. તેમણે વધુમાં જાહેરાત કરી કે રાજ્યમાં પરિવહન વ્યવસ્થાને મજબૂત બનાવવા માટે ટૂંક સમયમાં 300 નવી ST બસો શરૂ કરવામાં આવશે. આ બસો કોઈ સમારોહ વગર સીધી સેવા માટે મૂકવામાં આવશે જેથી લોકો સરળતાથી જાહેર પરિવહન તરફ વળી શકે.

આ પણ વાંચો: Work From Home લાગૂ કરશે ગુજરાત સરકાર? : કેબિનેટમાં CMએ આપ્યાં મોટા સંકેત, કરકસર માટે કવાયત

વર્ચ્યુઅલ મિટિંગ પર ભાર મુકાયો

ગાંધીનગરમાં મિટિંગ માટે સરકારી કર્મચારીઓને બોલાવવાના બદલે હવે વર્ચ્યુઅલ મિટિંગને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. વિભાગોના વડાઓને સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે શક્ય હોય ત્યાં સુધી ઓનલાઈન બેઠક યોજવી. તે સિવાય, સરકારી અધિકારીઓ માટે કારપૂલિંગને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે. આ પગલું માત્ર ઈંધણ બચત માટે જ નહીં પરંતુ ટ્રાફિક ઘટાડવા અને પર્યાવરણને અનુકૂળ વ્યવસ્થા ઉભી કરવા માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

આ પણ વાંચો: 'હજુ પણ ભાવ વધશે! પેટ્રોલમાં 20, ડીઝલમાં 40નું પડી રહ્યું નુકસાન' : મુદ્દે પેટ્રોલ પંપ એસોસિએશનનું મોટું નિવેદન

જનતાને અપીલ

રાજ્ય સરકારે સામાન્ય નાગરિકોને પણ આ અભિયાનમાં જોડાવા માટે અપીલ કરી છે. ઈલેક્ટ્રિક વાહનોનો ઉપયોગ, જાહેર પરિવહન અને કારપૂલિંગ અપનાવવા માટે લોકોને પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે. પ્રધાનમંત્રીની અપીલને ગુજરાતની જનતાએ સકારાત્મક પ્રતિસાદ આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. પર્યાવરણ નિષ્ણાતો માને છે કે જો આ પહેલ સતત અને વ્યાપક સ્તરે અમલમાં મૂકાશે તો તે લાંબા ગાળે ઈંધણની બચત થશે, પ્રદૂષણમાં ઘટાડો થશે અને આ પ્રયોગ આર્થિક બચત માટે પણ અસરકારક સાબિત થઈ શકે છે.

ગુજરાત સરકારના આ પગલાંને દેશમાં અન્ય રાજ્યો માટે પણ એક મોડેલ તરીકે જોવામાં આવી શકે છે. ઈલેક્ટ્રિક વાહનો તરફનો વળાંક અને જાહેર પરિવહન મજબૂત કરવાનો પ્રયાસ ભારતના ઊર્જા સુરક્ષા દ્રષ્ટિકોણથી પણ મહત્વપૂર્ણ છે. આગામી સમયમાં સરકાર વધુ નીતિગત નિર્ણયો લઇ શકે છે જેમ કે EV ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ, ચાર્જિંગ સ્ટેશનોની સંખ્યા વધારવી અને જાહેર પરિવહનને વધુ સુવિધાસભર બનાવવું.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now