યૂટ્યૂબ એ શું કહ્યું?
Google ની માલિકીના વિડિઓ પ્લેટફોર્મે તેના સપોર્ટ પેજ પર આ ફેરફાર વિશે માહિતી આપી છે. YouTube એ કહ્યું છે કે તે "બલ્ક ક્રિએટેડ અને રિપીટિવ કન્ટેન્ટ" ઓળખશે અને તપાસશે. કંપની કહે છે કે તે શરૂઆતથી જ સર્જકો પાસેથી મૂળ અને અધિકૃત સામગ્રીની અપેક્ષા રાખતી હતી.
YouTube ની બે મુખ્ય શરતો
બીજાના કન્ટેન્ટનો સીધો ઉપયોગ ન કરો જો કોઈ સર્જક બીજાના કન્ટેન્ટનો ઉપયોગ કરે છે, તો તેને નવો દેખાવા માટે પૂરતો ફેરફાર કરવો જરૂરી છે. ફક્ત કોપી-પેસ્ટ કરીને અથવા હળવાશથી એડિટ કરીને વિડિઓ પોસ્ટ કરવી હવે નુકસાનકારક બની શકે છે.ડુપ્લિકેટ કન્ટેન્ટ પર નજર રાખો ફક્ત વ્યૂ મેળવવા માટે બનાવેલા વિડિઓઝ, જેમ કે ક્લિકબેટ થંબનેલ્સ, ખૂબ ઓછા પ્રયત્નોથી બનાવેલા વિડિઓઝ અથવા એક જ ટેમ્પ્લેટ પર વારંવાર બનાવેલા વિડિઓઝ, હવે તેવા વિડીઓઝ ધરાવતા પ્લૅટફોર્મની મોનિટાઈઝેશન થવાની શક્યતા ઓછી રહેશે.
AI અને ઓટોમેટેડ કન્ટેન્ટ પર પણ નજર રાખો
જોકે કંપનીએ સ્પષ્ટપણે કહ્યું નથી, પરંતુ એવું માનવામાં આવે છે કે AI ની મદદથી બનાવેલા વિડિઓઝ, જેમ કે AI-જનરેટેડ અવાજમાં કોઈ બીજાના વિડિયો પર પ્રતિક્રિયા આપવી તે પણ આ નવી નીતિના દાયરામાં આવી શકે છે.
મોનિટાઈઝેશન માટેની પાત્રતા
ઓછામાં ઓછા 1,000 સબ્સ્ક્રાઇબર્સ
છેલ્લા 12 મહિનામાં 4,000 માન્ય જાહેર જોવાયાના કલાકો અથવા
છેલ્લા 90 દિવસમાં 10 મિલિયન માન્ય શોર્ટ્સ વ્યૂઝ
આ પગલું યૂટ્યૂબને તેના પ્લેટફોર્મ પર ગુણવત્તાયુક્ત અને મૂળ સામગ્રીને પ્રોત્સાહન આપવાના અભિયાનનો એક ભાગ છે જ્યારે નકલી અથવા ઓછા પ્રયાસવાળા વિડિઓઝને અટકાવે છે. નવો નિયમ 15 જુલાઈ, 2025 થી અમલમાં આવશે.
Nothingએ બદલ્યો એક અક્ષર... અને માર્કેટમાં શરૂ થઈ નવી ચર્ચાઓ: 'a' પછી હવે લાવશે રહસ્યમય 'b' સિરીઝ, જાણો આ નવી સિરીઝ વિશે






