Home Tech/Gadgets Technology Automobile Car Elon Musk Tesla India Mumbai Showroom Bkc Model Y Cars

Tesla Launch in India! ટેસ્લાની કોમ્પેક્ટ EV SUV મોડેલ Y ભારતમાં લોન્ચ : સિંગલ ચાર્જિંગમાં અમદાવાદથી પુના પહોંચાડશે, ભાષા વિવાદ વચ્ચે મુંબઈના શો રૂમનું હિન્દીમાં અપાયું નામ

Tesla Launch in India! ટેસ્લાની કોમ્પેક્ટ EV SUV મોડેલ Y ભારતમાં લોન્ચ
Play Video
Published by: OBS Bureau
Last Updated: Jul 15, 2025, 10:05 AM IST

Tesla Launch in India: અમેરિકા સાથે ના સંબંધો અને અમુક મામલામાં રાષ્ટ્રપતિ ડોલાન્ડ ટ્રમ્પની અવળચંડાઈઓને પગલે ટેસ્લાનું ભારતમાં આગમન મુશ્કેલ લાગતુ હતું. કારણકે, થોડા સમય પહેલાં એક કાર્યક્રમમાં એપલના કર્તાહર્તાને પણ ટ્રમ્પે ભારત સાથે ડિલ ન કરવાની સલાહ આપી હતી. એવામાં ત્યારે ટેસ્લાના ઓનર ઈલોન મસ્ક પણ એમના જ મંત્રી મંડળમાં સામેલ હતા તેથી ડિલ શક્ય નહોંતી બની. પરંતુ ટ્રમ્પ સાથે છેડો ફાડ્યા બાદ ઈલોન મસ્કે તાત્કાલિક ભારતમાં લોન્ચ કરી દીધી છે ટેસ્લાની સુપર કાર.

દેશની આર્થિક રાજધાની ગણાતી માયાનગરી મુંબઈ ખાતે આજે ટેસ્લાનો પહેલો શો રૂમ ભારતમાં ખુલ્લો મુકવામાં આવ્યો. ઈલોન મસ્કની કંપનીએ ભારતમાં કોમ્પેક્ટ ક્રોસઓવર ઇલેક્ટ્રિક SUV મોડેલ Y લોન્ચ કર્યું છે. મુંબઈ શોરૂમના ઉદ્ઘાટન સમારંભમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ હાજર રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે આ શોરૂમ વિશ્વની સૌથી મોંઘી કોમર્શિયલ લીઝ જગ્યાઓમાંની એકમાં આવેલા એપલ સ્ટોર નજીક આવેલો છે.ટેસ્લાનો આ ભારતીય પ્રવેશ માત્ર બ્રાન્ડ માટે નહીં, પણ સમગ્ર ભારતીય ઇલેક્ટ્રિક વાહન ઉદ્યોગ માટે પણ મોટા બદલાવની શરુઆત બની શકે છે. જો કંપની સ્થાનિક ઉત્પાદન તરફ પગલાં ભરશે, તો કિંમતનો મોટો અવરોધ દૂર થવાની આશા છે.

મહારાષ્ટ્રમાં એક તરફ મરાઠી સિવાયની અન્ય ભાષાઓને લઈને લાંબા સમયથી ભારે વિવાદ ચાલી રહ્યો છે. એવામાં દુનિયાની સૌથી મોટી કાર કંપની ટેસ્લાએ મુંબઈમાં શો રૂમની શરૂઆત કરી છે. આ શો રૂમનું ઉદઘાટન મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કર્યું છે. ત્યારે ઉલ્લેખનીય છેકે, ભાષા વિવાદની વચ્ચે મુંબઈમાં ખુલેલા ટેસ્લાના શો રૂમનું નામ અંગ્રેજીમાં નહીં બલકે હિન્દીમાં આપવામાં આવ્યું છે. મહારાષ્ટ્રમાં શો રૂમનું નામ હિન્દીમાં અપાતા પણ ભાષા વિવાદ વચ્ચે એ મામલો ચર્ચાનો વિષય બન્યો છે.


શું છે આ કારની ખાસિયત?
કંપનીનો દાવો છે કે આ કાર એકવાર ફુલ ચાર્જિંગ પર 575 કિલોમીટર સુધી એટલેકે, અમદાવાદથી પુના સુધીનો સફર આસાનીથી કાપી શકે છે.આ ઇલેક્ટ્રિક કાર બે વેરિઅન્ટમાં આવે છે - લોંગ રેન્જ ઓલ વ્હીલ ડ્રાઇવ (AWD) અને લોંગ રેન્જ રીઅર વ્હીલ ડ્રાઇવ (RWD). યુએસ માર્કેટમાં તેની શરૂઆતની એક્સ-શોરૂમ કિંમત $46,630થી શરૂ થાય છે. ભારતમાં તેની શરૂઆતની એક્સ-શોરૂમ કિંમત 59,89,000 લાખ રૂપિયા રાખવામાં આવી છે. ઓવર ઓલ આ કાર તમને લગભગ 60 લાખ રૂપિયામાં પડશે.

ટેસ્લા મોડેલ Y – વૈશિષ્ટ્યો અને કિંમતો:
મોડેલ Y બે વેરિઅન્ટમાં લોન્ચ કરવામાં આવી છે:
વેરિઅન્ટ એક્સ-શોરૂમ કિંમત ઓન-રોડ કિંમત અંદાજિત યુએસ કિંમત
રીઅર વ્હીલ ડ્રાઇવ (RWD) ₹59.89 લાખ થી  ₹61.95 લાખ 
ઓલ વ્હીલ ડ્રાઇવ (AWD) ₹67.89 લાખ થી ₹69.15 લાખ 

રેન્જ: ફુલ ચાર્જિંગમાં 575 કિમી સુધી ચાલશે
બેટરી: લાંબી દૂરી માટે લિથિયમ-આયન પેક
સીટિંગ વિકલ્પ: 5થી 7 સીટ
ફીચર્સ: ઓટોપાયલટ, ફૂલ સેલ્ફ ડ્રાઇવિંગ ક્ષમતા (એડવાન્સ પેકેજ તરીકે ઉપલબ્ધ)

બુકિંગ અને ડિલિવરી અંગે માહિતીઃ
બુકિંગ શરૂ: 15 જુલાઈથી
ડિલિવરી શરૂ: ઓગસ્ટ 2025થી શરૂ થવાની શક્યતા
આયાત: શાંઘાઈ ફેક્ટરીમાંથી આયાત કરાયેલી 5 કારથી શરૂઆત

મુંબઈ પછી દિલ્હી શોરૂમ પણ ટૂંક સમયમાંઃ
ટેસ્લાનું પ્રથમ શોરૂમ BKC, મુંબઈ ખાતે ખુલ્યું છે. 4,000 ચોરસ ફૂટની જગ્યા માટે દર મહિને ₹35 લાખ ભાડું ચૂકવવામાં આવશે. કંપની આગામી શોરૂમ દિલ્હીમાં ખોલવાની તૈયારીમાં છે. બંને શહેરોમાં શોરૂમ વેચાણ, સર્વિસ અને સ્પેરપાર્ટ્સ માટે સંપૂર્ણ સેટઅપ સાથે કાર્યરત રહેશે.

ટેસ્લાની સ્પર્ધા કોની સાથે થશે?
ભારતીય માર્કેટમાં ટેસ્લાને તીવ્ર સ્પર્ધાનો સામનો કરવો પડશે:
ટાટા મોટર્સ: Nexon EV
મહિન્દ્રા: BE6, XUV.e9
BYD: ATTO 3, SEAL
MG મોટર્સ: Cyberster
હ્યુન્ડાઇ: Ioniq 5, Creta EV
યુરોપિયન લક્ઝરી બ્રાન્ડ્સ: BMW iX/i4, Audi e-tron, Mercedes EQ

ટેસ્લાની બ્રાન્ડ મૂલ્ય અને ટેકનોલોજી તેને અલગ બનાવે છે, પણ કિંમતો અને સર્વિસ નેટવર્કમાં સ્થાનિક કંપનીઓ સામે તે પડકારનો સામનો કરશે.

વિશ્વભરમાં મોખરે મોડેલ Y:
મોડેલ Y એ દુનિયાની સૌથી વધુ વેચાતી ઇલેક્ટ્રિક SUV છે. તે મોડેલ 3 પર આધારિત છે અને વૈશ્વિક માર્કેટમાં પ્રભાવશાળી વેચાણ નોંધાવી ચૂકી છે. હવે ભારતમાં પણ તેનું આગમન એવમાર્કેટ માટે મહત્વપૂર્ણ માઇલસ્ટોન ગણાય છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now