Home Tech/Gadgets Tech Gadgets News Google Tv Acerpure 65 And 75 Inch Gaming Movie And Series Smart Top Features

ઘરમાં વધી રહ્યો છે મોટી સાઈઝના TVનો ક્રેઝ...! : LG, Samsung ને પણ ટક્કર આપવા આવી આ કંપની, જાણો વિશેષતાઓ

ઘરમાં વધી રહ્યો છે મોટી સાઈઝના TVનો ક્રેઝ...!
Published by: OBS Bureau
Last Updated: Jul 30, 2025, 08:06 AM IST

એક સામે હતો જ્યારે ઘરમાં 21 ઇંચ થી લઈને 32 ઇંચ સુધીના ટીવી ઘરમાં હોય તે એક મોટી વાત હતી. પણ હવે સમય બદલાઈ ગયો છે. હવે ઘરમાં બિગ સાઇઝ ટીવી એ જગ્યા બનાવાનું શરૂ કરી દીધું છે, કેમ કે ઓછી કિમતમાં આ ટીવી ઉપલબ્ધ થવા લાગ્યા છે. અત્યારના સમયમાં દેશમાં 55 ઇંચના ટીવીને સ્ટાન્ડર્ડ ગણવામાં આવે છે. પણ હવે 65 ઇંચ અને 75 ઈંચના ટીવીનો યુગ આવી ગયો છે. જ્યારથી OTTમાં મૂવી અને વેબ સિરીઝ આવાની શરૂઆત થઈ છે, ત્યારથી બિગ સાઇઝ ટીવીની ઘરમાં શરૂઆત થઈ છે. આ વાતને ધ્યાનમાં રાખીને, Acerpure એ હવે બજારમાં તેનું અદ્યતન G સિરીઝ QLED ટીવી લોન્ચ કર્યું છે. આ સિરીઝમાં 65 ઇંચ અને 75 ઈંચના મોડેલનો સમાવેશ થાય છે.

1. રૂપેરી પડદાની મજા ઘરેથી

Acerpure ના 65 ઇંચ અને 75 ઇંચમાં ઉપલબ્ધ છે. આ બંને સાઇઝ ખૂબ મોટી છે, જે તમારા ઘરને સિનેમાહોલમાં બનાવી શકે છે. OTTની કોઈ પણ મૂવી અને વેબ સિરીઝ અથવા ક્રિકેટની સંપૂર્ણ મજા માડી શકો છો.

2. શું છે કિંમત

Acerpure ના 65 ઇંચના ટીવી માટે 54,999 રૂપિયાનો ખર્ચ કરવા પડશે અને જ્યાં 75 ઇંચના ટીવી માટે તમારે 79,999 રૂપિયાનો ખર્ચ કરવો પડશે. આ બને મોડેલ તમને ઓનલાઇન અને ઓફલાઇન મળી રહશે. કિંમતના હિસાબથી આ બને મોડેલ વેલ્યુ ફોર મની છે. કેમ કે આજ સાઇઝ માટે બીજી બ્રાન્ડ LG અને Samsung જેવી બ્રાન્ડમાં લેવા જશો તો તેની કિંમત એક લાખ રૂપિયાને પસાર થી ગઈ છે.

3. રિફ્રેશ રેટ

જેટલું મોટું ટીવી હોય એટલું વધારે રિફ્રેશ રેટ હોવો જરૂરી છે નહિતર વિડિયો બ્લર દેખાય છે. આ બંને ટીવી 120hz ના રિફ્રેશ રેટ અને MEMC ટેક્નોલોજી થી સજ્જ છે. જેના લીધે એક્શન સીન, ક્રિકેટ મેચ અથવા ફાસ્ટ મુવિંગ સીન હોય તો તે ઘણો સ્મૂથ દેખાય છે અને જોવામાં મજા પણ પડે છે. આમાં 178° સુધી વ્યૂ એન્ગલ મળે છે. 4K QLED સ્ક્રીનની મદદથી રંગો ગણા સારા જોવા મળે છે.

4. ડોલ્બી વિઝન

સારા સાઉન્ડ માટે આ ટીવીમાં 50w સબવુફર સાથે Dolby Atmos લાગેલ છે. એના લીધે તમારે બહારથી બીજું સાઉન્ડબાર ઇન્સ્ટોલ કરવાની જરૂર પડશે નહીં. તમને સંગીત સાંભળવાથી લઈને ગેમિંગ સુધીનો સારો અવાજ મળશે.

5. ટીવીમાં OTT

Acerpure ના આ બંને ટીવી Google TV પ્લેટફોર્મ માં ચાલે છે. જેમાં તમને Prime Video, YouTube, Netflix જેવા એપ્સ ડાઇરેક્ટ Play Store માંથી મળી રહેશે. કનેક્ટિવિટી માટે HDMI, USB, RJ45 LAN પોર્ટ, Wi‑Fi અને બ્લૂટૂથ સપોર્ટ કરે છે. Acerpure ના આ ટીવીની સીધી ટક્કર Thomson, TCL, VU, Haier અને Kodak જેવી બ્રાન્ડથી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now