Home Tech/Gadgets Tech Gadget News You Will Be Surprised To See This Lava Smartphone For Just This Price

Lava Blaze Dragon 5G નું ભારતમાં વેચાણ શરૂ થયું : કિંમત જાણીને તમને થશે આશ્ચર્ય!

Lava Blaze Dragon 5G નું ભારતમાં વેચાણ શરૂ થયું
Published by: OBS Bureau
Last Updated: Aug 02, 2025, 10:25 AM IST

Lava Blaze Dragon 5G નું ભારતમાં વેચાણ શરૂ થઈ ગયું છે. આ ફોનને ગયા અઠવાડિયે લોન્ચ કર્યો હતો. Amazon ની Great Freedom Festival Sale 2025 માં Blaze Dragon 5G પર સ્પેશિયલ બેંક ઓફર્સ સાથે એક્સચેન્જ બોનસ પણ ઉપલબ્ધ છે. આ ફોનની વધુ જાણકારી આહિયા આપવામાં આવી છે.

Lava Blaze Dragon 5G ની કિંમત અને ઓફર

આ સ્માર્ટફોન 4gb રેમ અને 128gb ના સ્ટોરેજની સાથે આવનારો એક માત્ર વેરિઅન્ટ્સની કિંમત 9,999 રૂપિયા છે. આમાં બે કલરના વિકલ્પ મળી રહેવાના છે, Golden Mist અને Midnight Mist માં ઉપલબ્ધ છે. આ સ્માર્ટફોન ફક્ત એમેઝોન દ્વારા વેચાઈ રહ્યો છે. Lava Blaze Dragon 5G ને EMI થી ખરીદી શકે તેના માટે 1000 રૂપીયા સુધીનું સ્પેશિયલ ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે. પરંતુ આ ડિસ્કાઉન્ટ સ્ટેટ બઁક ઓફ ઈન્ડિયા (SBI) ના ક્રેડિટ કાર્ડથી EMI ના ટ્રાન્ઝેક્શન પર જ મળશે. આ ઉપરાંત, ગ્રાહકો આ સ્માર્ટફોન ખરીદવા પર એક્સચેન્જ બોનસ પણ મેળવી શકે છે.

Blaze Dragon 5G ના ફંકશન:

આ ફોનમાં 6.74 ઇંચ 2.5D ટચસ્ક્રીન HD+ (720x1,612 પીક્સલ) રિઝોલ્યુશન, 120hz ના રિફ્રેશ રેટ અને 450nits થી વધારે બ્રાઈટનેસ લેવલની સાથે છે. આ ફોનનું પ્રોસેસર Qualcomm Snapdragon 4 Gen 2 આપવામાં આવ્યું છે. તેની રેમ 4gb સુધી વધારી શકાય છે. આ સ્માર્ટફોન Android 15 પર ચાલે છે. Lava એ એક Android OS અપડેટ અને બે વર્ષ માટે સિક્યોરિટી અપગ્રેડ આપવા અંગે માહિતી આપવામાં આવી છે. આ ફોનના રિયર માં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ને સપોર્ટ કરતો 50mp નો કેમેરો આપવામાં આવ્યો છે. અને સેલ્ફી માટે 8mp નો કેમેરો આપવામાં આવ્યો છે. આ ફોનની બેટરી 5000mAh ની છે, જે 18w નું ચાર્જિંગ સપોર્ટ કરે છે. આમાં સિક્યોરિટીના માટે સાઇડમાં ફિંગરપ્રિન્ટ સેન્સર આપવામાં આવ્યું છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now