જો તમારું બજેટ 32000 થી 35000 રૂપિયા સુધીનું છે અને તમે ગેમિંગ અને સારા પરફોર્મન્સના ફોનની તપાસમાં છો તો આ ત્રણ સ્માર્ટફોન તમારા માટે એક સારો વિકલ્પ સાબિત થશે. આ ફોન ડિઝાઇન અને પરફોર્મન્સની દ્રષ્ટિએ શક્તિશાળી સાબિત થઈ શકે છે.

OnePlus Nord 5
કિંમત- 31,999/- રૂપિયા થી શરૂઆત.
હાલમાં જ OnePlus એ પોતાનો નવો Nord 5 સ્માર્ટફોન બજારમાં લોન્ચ કર્યો છે. જેની કિંમત 31,999/- રૂપિયા છે. ડિઝાઇનની વાત કરીએ તો, એક ખૂબ ટીકાઉ ફોન છે અને તેની બિલ્ડ ક્વાલિટી પણ ગણી પ્રભાવશાળી છે. આ ફોનમાં Snapdragon 8s Gen 3 (4nm) ચિપસેટ આપેલ છે. આ ફોનના સ્ટોરેજ ની વાત કરીએ તો 8GB+256GB અને 12GB+512GB ના વિકલ્પ છે. આ ફોનમાં ફોટા-વિડિયો માટે 50mp નો મુખ્ય કેમેરો અને 8mp નો અલ્ટ્રાવાઈડ રિયર કેમેરો છે. 50mp નો સેલ્ફી કેમેરો પણ છે. ફોનમાં 120hz રિફ્રેશ રેટ ની સાથે 6.83 ઇંચની 1.5K AMOLED ડિસ્પ્લે આપી છે. OnePlus Nord 5 એ એક સારો સ્માર્ટફોન છે.

iQOO Neo 10
કિંમત-31,998/- થી શરૂઆત
iQOO Neo 10 ને પોતાના ડિઝાઇનના કારણ થી ગ્રાહકોને આ ફોન ખૂબ પસંદ આવી રહ્યો છે. પરફોર્મન્સની માટે 6.78 ઇંચની 1.5K AMOLED ડિસ્પ્લે છે, જેનું રિફ્રેશ રેટ 144hz નું છે. આ એક ગેમિંગ માટે એક સારો વિકલ્પ છે. આમાં 4nm Snapdragon 8s Gen 4 નું પ્રોસેસર છે. પાવરની વાત કરીએ તો 7000mAh ની બેટરી આપી છે જેને 120w નું ફાસ્ટ ચાર્જિંગ સ્પોર્ટ કરે છે. આ ફોનમાં ફોટા-વિડિયો માટે 50mp નો મુખ્ય કેમેરો આપ્યો છે. જ્યાં ફ્રંટમાં 32mp નો સેલ્ફી કેમેરો મળે છે. આ ફોનમાં Android15 પર આધારિત ફનટચ OS15 પર કામ કરે છે.

Poco F7 5G
કિંમત-31,999 રૂપિયા થી શરૂઆત
Poco F7 5G ની શરૂઆતની કિંમત 31,999 રૂપિયા છે. આ ફોનમાં Snapdragon 8s Gen 4 (4nm) ચિપસેટ આપેલ છે. આ ફોન 12gb રેમની સાથે આવે છે. પાવર માટે ફોનમાં 7550mAh ની બેટરી છે, જે 90w ના ફાસ્ટ ચાર્જિંગ સ્પોર્ટ કરે છે. આ ફોનમાં 120hz રિફ્રેશ રેટની સાથે 6.83 ઇંચની 1.5K AMOLED ડિસ્પ્લે મળે છે. તેની સાથે ડિસ્પ્લેમાં Gorilla Glass 7i અને HDR10+ નો સ્પોર્ટ મળે છે.
Disclamer:
ઉપર આપેલી જાણકારી ફક્ત બંને મોબાઈલની ટેક્નિકલ બાબત આધારિત છે, જે જાણકારી સંપૂર્ણ સત્ય હોવાનો offbeat stories દાવો કરતો નથી. કોઈ પણ મોબાઈલ ખરીદતા પહેલા ટેક્નીકલ એક્ષપર્ટ અથવા જાત ચકાસણી કરવી.





















