Home Tech/Gadgets Tech Gadget News Vivo Is Gearing Up To Launch Its New Smartphone V60 Tomorrow

Vivo નો V સીરિઝનો નવો સ્માર્ટફોન : કિંમત, કેમરા, સ્પેસિફિકેશન વિશે માહિતી મેળવો...

Vivo નો V સીરિઝનો નવો સ્માર્ટફોન
Published by: OBS Bureau
Last Updated: Aug 11, 2025, 12:04 PM IST

Vivo કંપની 12 ઓગસ્ટે તેની V સીરિઝનો નવો સ્માર્ટફોન લોન્ચ કરવાની ત્યારીમાં છે. આ વખતે કંપનીએ Vivo V60 ના નામથી નવું ડિવાઈસ લઈને આવે છે. તો જાણો આ ફોનની કિંમત, સ્પેસિફિકેશન્સ અને ફંક્શનની માહિતી!

Vivo V60 ક્યારે અને કેટલા વાગ્યા લોન્ચ થશે?

વીવો નો આ શાનદાર સ્માર્ટફોન 12 ઓગસ્ટે બપોરે 12 વાગ્યા સુધીમાં લોન્ચ કરશે. આ ડિવાઈસ ઓનલાઈન વેબસાઈટ અને રિટેલ પાર્ટનર દુકાનોમાં ખરીદી માટે ઉપલબ્ધ હશે. પરંતુ હજુ સુધી ફ્લિપકાર્ટ અને અમેજન પર ઉપલબ્ધ છે તેના વિશે હજુ પણ કોઈ માહિતી સામે નથી.

Vivo V60 ની સંભવિત કિંમત

રિપોર્ટ્સ અનુસાર Vivo માટે આ ડિવાઈસની કિંમત 40 હજાર રૂપિયાથી ઓછી થઈ શકે છે જેમાં તમને 8GB રેમ અને 128GB સ્ટોરેજ વેરિએન્ટ મળવાની શક્યતા છે. જોકે, ફોનની સાચી કિંમત લોન્ચ થયા પછી જ ખબર પડશે. આ ફોનમાં ત્રણ અલગ-અલગ કલર વિકલ્પ સાથે આવી શકે છે જે, મિસ્ટ ગ્રે, મૂનલિટ બ્લુ અને ઓસ્પિશિયસ ગોલ્ડમાં હશે.

Vivo V60 ના સ્પેસિફિકેશન્સ

Vivo ના આ શાનદાર ફોનમાં 6.67-ઇંચનું AMOLED સ્ક્રીન જોવા મળશે. સાથે આ ફોનમાં 120Hz રિફ્રેશ રેટ હશે. ફોનને પાવર આપવા માટે અપગ્રેડેડ Snapdragon 7 Generation 4 ચિપસેટ આપવામાં આવી શકે છે. આ ફોનમાં 12GB સુધી LPDDR4x રેમ અને 512GB UFS 2.2 સ્ટોરેજ સાથે આવી શકે છે. આ ઉપરાંત, ફોનમાં 6500mAh બેટરી અને 90W ચાર્જિંગ સપોર્ટ મળી શકે છે. આ ફોનમાં કેમેરો ખૂબ જ ખાસ હોઈ શકે છે, જ્યાં Zeiss નો કેમેરો હશે જે 50MP નો હશે. આ ઉપરાંત, ફોનમાં 50MP ટેલિફોટો કેમેરો અને અલ્ટ્રાવાઇડ માટે 8MP નો કેમેરો મળી શકે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now