Home Tech/Gadgets Tech Gadget News Vivo Is About To Launch Its New Smartphone Which Is Very Much Seen In Its Battery Performance And Storage System Which Is Very Affordable

VIVOનો આ જોરદાર સ્માર્ટફોન ભારતમાં આ તારીખે થશે લોન્ચ : બેટરી અને પરફોર્મન્સ શાનદાર, જાણો કિંમત

VIVOનો આ જોરદાર સ્માર્ટફોન ભારતમાં આ તારીખે થશે લોન્ચ
Published by: OBS Bureau
Last Updated: Aug 01, 2025, 08:54 AM IST

Vivo T4R 5G ની કિંમત અને વેરિયન્ટ: Vivo T4R 5G ની ભારતમાં શરૂઆતની કિંમત 19499 રૂપિયા છે, જેમાં 8gb રેમ અને 128gb સ્ટોરેજ છે. 8gb રેમ અને 256gb સ્ટોરેજની કિંમત 21499 રૂપિયા અને 12gb રેમ અને 256gb સ્ટોરેજની કિંમત 23499 રૂપિયા છે. આ ફોન 5 ઓગસ્ટથી Flipkart, vivo ઈન્ડિયા e-store અને પસંદગીના રિટેલ સ્ટોરમાં વેચાણ માટે ઉપલબ્ધ થશે. લોન્ચ ઓફરમાં ગ્રાહકોને HDFC અથવા Axis બેંક કાર્ડ પર 2,000 રૂપિયાનું ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ અથવા 2,000 રૂપિયાનું એક્સચેન્જ બોનસ તેમજ 6 મહિના માટે NO-Cost EMI મળશે.

Vivo T4R 5G ના ફંક્શન

Vivo T4R 5G માં ANDROID 15 ની સાથે Funtouch OS 15 પર કાર્ય કરે છે. કંપનીનું કહવું છે કે, આ હેન્ડસેટ ભારતનો સૌથી પાતળો ક્વાડ-કર્વ્ડ ડિસ્પ્લે ફોન છે જેની જાડાઈ 7.39mm છે. તેમાં 6.77-ઇંચ (2392×1080 પિક્સેલ્સ) AMOLED પેનલ છે જે 1800nits પીક બ્રાઇટનેસ અને 120Hz રિફ્રેશ રેટ સાથે HDR10+ ને સપોર્ટ કરે છે. પેનલે SGS Low blue Light સર્ટિફિકેશન પાસ કર્યું છે. સ્ક્રીનમાં SCHOTT Xensation α ગ્લાસ પ્રોટેક્શન છે. Vivo T4R 5G MediaTek Dimensity 7400 (4nm) ચિપસેટ દ્વારા સંચાલિત છે. જે 12GB સુધી LPDDR4x રેમ અને 256GB સુધી UFS2.2 સ્ટોરેજ સાથે જોડાયેલ છે.

Camera and battery function

ફોનમાં રિયર કેમેરા સેટઅપ ની વાત કરીએ તો, 50MP Sony IMX882 OIS કેમેરા અને 2MP bokeh સેન્સરની સાથે ફ્રંટમાં 32mp નો સેલ્ફી કેમેરો છે. આ બધા કેમેરામાં 4K @30fps વિડિયો રેકોર્ડીંગ સપોર્ટ કરે છે. કેમેરા મોડયુલમાં એક aura light રિંગ ફ્લૅશ યુનિટ પણ છે. Vivo T4R 5G માં 5700mAh ની બેટરી છે, જે 44w નું ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. ફોનમાં ડ્યુઅલ-સીમ, ફૂલ 5G SA/NSA, Wi-Fi 6, Bluetooth 5.4, ઇન ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ, સ્ટેરીયો સ્પીકર્સ અને ડ્યુરેબિલિટી માટે MIL‑STD‑810H અને IP68 + IP69 બિલ્ડ સામેલ છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now