Oppo K13 Turbo Series ની ભારતમાં લોન્ચની તારીખ આવી ગઈ છે. Oppo એ ગેમિંગ સેગ્મેન્ટનો આ પ્રીમીયમ સ્માર્ટફોનને 11 ઓગસ્ટે લોન્ચ થવાનો છે, અને સાથે જ અપેક્ષિત કિંમત અને વધારાની માહિતી પણ શેર કરવામાં આવી છે. આ સિરીઝમાં ખાસ કરીને ફોનમાં (Rapid Cooling Engine) ના કારણે ચર્ચામાં છે. Oppo નો દાવો છે કે, K13 Turbo Series "ભારતનો એકમાત્ર સ્માર્ટફોન જેમાં ફોનમાં ફેક્ટરી-ફિટેડ ફેન મળે છે." આ ફોનમાં પ્રો-લેવલ એરફ્લો ડક્ટ સિસ્ટમ અને 7,000mm² વેપર ચેમ્બરને જોડે છે, જે ખાતરી કરે છે કે, ગેમિંગ કરતી વખતે અથવા લગાતાર ઉપયોગ કરતી વખતે પણ ફોન ગરમ થવાની સંભાવના નથી.
Oppo એ નક્કી કર્યું છે કે, Oppo K13 Turbo અને K13 Turbo Pro ને ભારતમાં 11 ઓગસ્ટે લોન્ચ કરવામાં આવશે. આ Flipkart અને ઓફલાઈન દુકાનોમાં વેચાણ માટે શરુ થઇ જશે. આ મોડલ્સને ચીનમાં લોન્ચ કરી નાખ્યા છે. Oppo એ કીધું છે કે, આ ફોનની કિંમત K13 Turbo સિરીઝની ભારતમાં કિંમત 40,000રૂપિયા થી ઓછી હશે.
K13 Turbo માં MediaTek Dimensity 8450 ચીપસેટ અને K13 Turbo Pro Snapdragon 8s Gen 4 મળવાની આશા છે. આ ફોનના ચીની વેરિયન્ટમાં 6.8 ઇંચની 1.5K (1280x2800 પીક્સલ )AMOLED ડિસ્પ્લે મળવાની આશા છે, જે 120Hz રીફ્રેશ રેટ સાથે આવશે.
Oppo K13 Turbo અને K13 Turbo Pro માં ડ્યુઅલ રિયર કેમેરા યુનિટમાં 50mp નો મુખ્ય કેમેરો અને 2mp નો બીજો કેમેરો આપવામાં આવ્યો છે. અને ફ્રંટમાં સેલ્ફી માટે 16mp નો કેમેરો છે. Oppo નો દાવો છે આ બંને ફોનમાં એક કૂલિંગ સિસ્ટમ આપવામાં આવી છે. જે હાલના સ્માર્ટફોનની તુલનામાં 20% ઓછો ગરમ થશે.





















