Home Tech/Gadgets Tech Gadget News This Foldable Phone With 12gb Ram Is Available For Just This Much

12GB રેમનો આ ફોલ્ડ ફોન માત્ર આટલામાં જ... : ફોનના કેમેરા અને ઓફર્સ વિશે જાણો!

12GB રેમનો આ ફોલ્ડ ફોન માત્ર આટલામાં જ...
Published by: OBS Bureau
Last Updated: Aug 12, 2025, 06:02 AM IST

જો તમે ફોલ્ડ ફોન ખરીદવાનું વિચારી રહ્યા હોય તો આ તક તમારા માટે છે. ફોનની કિંમત અને ફંક્શન જાણો, અને એક્સચેન્જ ઓફર સાથે ફોનની કિંમત જાણો.

Tecno Phantom V Fold 2 5G ઓફર અને કિંમત

Tecno Phantom V Fold 2 5G નો 12GB+512GB સ્ટોરેજ વેરિએન્ટની એમેઝોનમાં કિંમત 89,999 રૂપિયામાં મુકવામાં આવ્યો છે. કૂપન ઓફરની વાત કરીએ તો, 20,000 રૂપિયાની છૂટ મળી રહી છે. જેના પછી ફોનની કિંમત 69,999 રૂપિયા થશે. બેંક ઓફરની વાત કરીએ તો, HDFC Bank નું ક્રેડિટ કાર્ડના ટ્રાન્ઝેક્શન પર 1500 રૂપિયા નું ડિસ્કાઉન્ટ મળી શકે છે. અને એક્સચેન્જ ઓફર પર તમે 47,200 રૂપિયા સુધીની છૂટ મેળવી શકો છો. જોકે, એક્સચેન્જ ઓફરનો મહત્તમ લાભ એક્સચેન્જમાં આપવામાં આવતા ફોનની વર્તમાન સ્થિતિ અને મોડેલ પર આધાર રાખે છે.

Tecno Phantom V Fold 2 5G ફંકશન

Tecno Phantom V Fold 2 5G માં મુખ્ય ડિસ્પ્લે 7.85ઇંચની 2K+ AMOLED ડિસ્પ્લે આપવામાં આવી છે, જેનું રિઝોલ્યુશન 2000x2296 પીક્સલ છે. અને 6.42 ઇંચની ફૂલ HD+ AMOLED ડિસ્પ્લે છે, જેનું રિઝોલ્યુશન 1080x2550 પીક્સલ છે. આ ફોન Android 14 પર આધારિત HiOS 14 પર કામ કરે છે. આ ફોનમાં 12GB રેમ અને 512GB સ્ટોરેજ આપવામાં આવી છે. તેમાં MediaTek Dimensity 9000+ પ્રોસેસર છે. કેમેરા સેટઅપની વાત કરીએ તો, Phantom V Fold 2 5G ના રીયરમાં OIS સપોર્ટ સાથે 50mp નો મુખ્ય કેમેરો, 2x ઓપ્ટિકલ ઝૂમ સાથે 50mp નો પોટ્રેટ કેમેરો અને 50mp નો અલ્ટ્રાવાઇડ કેમેરો છે. સેલ્ફી માટે 32mp નો કેમેરો આપવામાં આવ્યો છે. Phantom V Fold 2 5G માં 5750mAh ની બેટરી આપવામાં આવી છે. જે 70W નું વાયર્ડ અને 15W નું વાયરલેસ ચાર્જિંગ સપોર્ટ કરે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now