દક્ષિણ કોરિયન કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ કંપની સેમસંગે આ મહિનાની શરૂઆતમાં Galaxy Watch 8 અને Galaxy Watch 8 Classic લોન્ચ કરી હતી. આ સાથે, કંપનીએ તેના ફોલ્ડેબલ સ્માર્ટફોનની નવી શ્રેણી પણ રજૂ કર્યા હતા. Galaxy Watch 8 માં 40mm અને 44mm ના બે કદના વિકલ્પો છે. આ સ્માર્ટવોચનો Classic વેરિઅન્ટ 46mm માં ઉપલબ્ધ છે. ભારતમાં આ સ્માર્ટવોચ માટે પ્રી-ઓર્ડર શરૂ થઈ ગયા છે.
Samsung Galaxy Watch 8 સિરીઝની કિંમત, ઑફર્સ
કંપનીના Galaxy Watch 40 mm બ્લૂટૂથ વિકલ્પની કિંમત 32,999 રૂપિયા અને LTE વેરિઅન્ટની કિંમત 36,999 રૂપિયા છે. આ સ્માર્ટવોચના 44mm બ્લૂટૂથ અને LTE વર્ઝનની કિંમત અનુક્રમે 35,999 રૂપિયા અને 39,999 રૂપિયા છે. સેમસંગના Galaxy Watch 8 Classic ના બ્લૂટૂથ વિકલ્પ મોડલની કિંમત 46,999 રૂપિયા છે અને LTE વેરિઅન્ટની કિંમત 50,999 રૂપિયા છે. આ સ્માર્ટવોચમાંથી એક Galaxy S અથવા Galaxy Z શ્રેણીના સ્માર્ટફોન સાથે ખરીદવા પર 15,000 રૂપિયા સુધીની ઑફર મળી શકે છે. આ સાથે, નો-કોસ્ટ EMIનો વિકલ્પ પણ છે. Galaxy Watch 8 સિલ્વર અને ગ્રેફાઇટમાં અનેGalaxy Watch 8 Classic સફેદ અને કાળા રંગોમાં ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે. આ સ્માર્ટવોચ માટે પ્રી-ઓર્ડર સેમસંગની વેબસાઇટ પર મૂકી શકાય છે.
Samsung Galaxy Watch 8, Watch 8 Classic ની સુવિધાઓ
કંપનીની Galaxy Watch 8 ને 40mm અને 44mm વેરિઅન્ટમાં રજૂ કરવામાં આવી છે. સેમસંગની Watch 8 Classic ફક્ત 46mm વેરિઅન્ટમાં ઉપલબ્ધ છે. Galaxy Watch 8 માં Sapphire Crystal પ્રોટેક્શન સાથે Super AMOLED ડિસ્પ્લે છે. આ સ્માર્ટવોચમાં 2GB RAM અને 32GB સ્ટોરેજ છે. સેમસંગના Galaxy Watch 8 Classic માં 1.34ઇંચ (438x438 પિક્સલ) Super AMOLED ડિસ્પ્લે છે જે Sapphire Crystal પ્રોટેક્શન સાથે છે. તે સ્ટેનલેસ સ્ટીલ બેઝલ સાથે આવે છે. Watch 8 Classic માં 2GB RAM અને 64GB સ્ટોરેજ છે. આ સ્માર્ટવોચમાં 445mAh બેટરી છે. તેનું વજન લગભગ 63.5 ગ્રામ છે. આ બંને સ્માર્ટવોચમાં સ્વાસ્થ્ય અને ફિટનેસ સંબંધિત ઘણી સુવિધાઓ આપવામાં આવી છે.





















