Home Tech/Gadgets Tech Gadget News Primebook Neo 2 Laptop A Laptop With Artificial Intelligence At Such A Cheap Price

ફક્ત 15000માં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ Laptop : આટલા સસ્તામાં આટલા બધા ફંક્શન!

ફક્ત 15000માં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ Laptop
Published by: OBS Bureau
Last Updated: Aug 02, 2025, 01:43 PM IST

primebook2 Neo ને ભારતમાં લોન્ચની સત્તાવાર જાહેરાત કરી છે. આ નવું મોડેલ 31 જુલાઈ, 2025 ના રોજ બજારમાં આવ્યું હતું. primebook2 Neo Flipkart, Amazon અને કંપનીની વેબસાઇટ પર ઉપલબ્ધ છે. લોન્ચ પહેલા જ, ઘણી સ્માર્ટ AI-સંચાલિત સુવિધાઓ મળવાની પુષ્ટિ થઈ ગઈ છે.

primebook એ તેના અપગ્રેડેડ એન્ડ્રોઇડ લેપટોપ:

primebook2 Neo ભારતના બજેટ સેગમેન્ટમાં 6GB DDR4 RAM અને 128GB UFS 2.2 SSD સ્ટોરેજ સાથેનું લેપટોપ છે. 11.6-ઇંચ HD IPS ડિસ્પ્લે (1366x768px), Mali-G57 MC2 GPU અને ઓક્ટા-કોર MediaTek G99 (2GHz) પ્રોસેસરનું સંયોજન ખાસ કરીને વિદ્યાર્થીઓ, ઘરેથી કામ કરવા જેવા કાર્યો માટે રચાયેલ છે. લેપટોપમાં એન્ડ્રોઇડ 15 આધારિત PrimeOS 3.0 મળશે, જે યુઝરને ફાસ્ટ બૂટ, સ્માર્ટ AI ટૂલ્સ અને પ્રી-ઇન્સ્ટોલ કરેલ એજ્યુકેશન એપ્સનો લાભ આપવાનો દાવો કર્યો છે.

Primebook ની કિંમત અને કનેક્ટિવિટી વિકલ્પો

કનેક્ટિવિટી વિકલ્પોમાં બે USB 3.0, બે USB-C પોર્ટ, માઇક્રો SD કાર્ડ સ્લોટ, Wi-Fi, Bluetooth અને ડ્યુઅલ સ્પીકર સિસ્ટમનો સમાવેશ થાય છે. બેટરી બેકઅપ લગભગ 8-10 કલાક હોવાનું કહેવાય છે. 2MP ફ્રન્ટ કેમેરા, QWERTY કીબોર્ડ PrimeOS શોર્ટકટ્સ સાથે તેનું વજન 990 ગ્રામ હશે. આ લેપટોપમાં એક એપ સ્ટોર દ્વારા 50,000 એન્ડ્રોઇડ એપ્સની ઍક્સેસ હશે. આગામી Primebook 2 Neo માં ઇનબિલ્ટ ઓન-સ્ક્રીન AI સહાયક, AI Companion Mode, હોવાની પુષ્ટિ થઈ છે. કંપનીનું કહેવું છે કે તે વેબ સામગ્રીના PDF, લેખો અને સારાંશ તૈયાર કરી શકે છે. Primebook 2 Neo ની શરૂઆતની કિંમત 15,990 રૂપિયા છે. તેમાં 64GB અને 128GB ના બે સ્ટોરેજ વેરિઅન્ટ હશે અને મેમરીને microSD દ્વારા 512GB સુધી વધારી શકાય છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now