Home Tech/Gadgets Tech Gadget News Poco M7 Plus 5g Is Ready To Be Launched On This Date Know About The Phone Features Specifications And Price

Poco M7 Plus 5g આ તારીખે થશે લોન્ચ : જાણો આ SmartPhone ની બેટરી, સ્ટોરેજ અને પ્રોસેસરની માહિતી

Poco M7 Plus 5g આ તારીખે થશે લોન્ચ
Published by: OBS Bureau
Last Updated: Aug 13, 2025, 08:26 AM IST

Poco એ આજે ભારતના બજારમાં તેનો નવો સ્માર્ટફોન Poco M7 Plus 5G લોન્ચ કર્યો છે. આ સ્માર્ટફોનની બેટરી, સ્ટોરેજ અને પ્રોસેસર વિશે સંપૂર્ણ માહિતી જાણો.

Poco M7 Plus 5G કિંમત

Poco M7 Plus 5G ના 6GB+128GB સ્ટોરેજ વેરિએન્ટની કિંમત 13,999 રૂપિયા અને 8GB+128GB સ્ટોરેજ વેરિએન્ટની કિંમત 14,999 રૂપિયા છે. આ ફોને વેચાણ માટે flipkart પર 19 ઓગસ્ટે ઉપલબ્ધ થશે. આ સ્માર્ટફોનમાં Aqua Blue, Carbon Black, અને Chrome Silver આ ત્રણ કલરના વિકલ્પોમાં ખરીદી કરી શકો છો.

Poco M7 Plus 5G ફીચર્સ અને પ્રોસેસર

Poco M7 Plus 5G માં 6.9 ઇંચની Full HD+ ડિસ્પ્લે આપવામાં આવી છે. જેનું રિઝોલ્યુશન 1080×2340 પિક્સલ, 144Hz રિફ્રેશ રેટ, 288Hz ટચ સેમ્પલિંગ રેટ છે. આ ફોનમાં Qualcomm Snapdragon 6S Gen 3 પ્રોસેસર છે. આ ફોનમાં 6GB/8GB LPDDR4x રેમ અને 128GB UFS 2.2 ઇનબિલ્ટ સ્ટોરેજ છે. આ ફોન Android 15 પર આધારિત HyperOS 2.0 પર કાર્ય કરે છે. કંપની 2 Android અપગ્રેડ અને 5 વર્ષ માટે સિક્યોરિટી અપડેટ્સ મળી રહે છે.

Poco M7 Plus 5G કેમેરો, બેટરી અને કનેક્ટિવિટી

Poco M7 Plus 5G ના રીયરમાં 50mp નો મુખ્ય કેમેરો છે. અને સેલ્ફી માટે 8mp નો ફ્રંટ કેમેરો પણ છે. આ ફોનમાં 7000mAh ની બેટરી આપવામાં આવી છે, જે 33w નું વાયર્ડ ચાર્જિંગ અને 18w નું રિવર્સ વાયર્ડ ચાર્જિંગને સપોર્ટ કરે છે. કનેક્ટિવિટી વિકલ્પોમાં 5G, 4G, બ્લૂટૂથ 5.1, Wi-Fi, GPS અને USB ટાઇપ C પોર્ટનો સમાવેશ થાય છે. સુરક્ષા માટે, આ ફોન સાઇડમાં ફિંગરપ્રિન્ટ સેન્સર આપવામાં આવ્યું છે. ધૂળ અને પાણીથી રક્ષણ માટે ફોનને IP64 રેટિંગ આપવામાં આવ્યું છે. આ ફોનની લંબાઈ 169.48mm, પહોળાઈ 80.45mm, જાડાઈ 8.40mm અને વજન 217 ગ્રામ છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now