Oppo એ આજે ભારતીય બજારમાં Oppo K13 Turbo સીરિઝ લોન્ચ થઇ છે. જેમાં Oppo K13 Turbo અને Oppo K13 Turbo Pro સામેલ છે. Oppo K13 Turbo અને Oppo K13 Turbo Pro ની કિંમત, સુવિધાઓ, સ્પેસિફિકેશન વિશેની માહિતી જાણો.
Oppo K13 Turbo, K13 Turbo Pro ની કિંમત
Oppo K13 Turbo Pro ના 8GB+256GB ના સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 37,999 રૂપિયા અને 12GB+256GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 39,999 રૂપિયા છે, જે સેલ દરમિયાન 34,999 અને 36,999 રૂપિયામાં મળી રહેશે. Oppo K13 Turbo ના 8GB+256GB ના સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 27,999 રૂપિયા અને 12GB+256GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 29,999 રૂપિયા છે, જે સેલ દરમિયાન 24,999 અને 26,999 રૂપિયામાં મળી રહેશે. આ સ્માર્ટફોનનું વેચાણ માટે ઈ-કોમર્સ વેબસાઈટ ફ્લિપકાર્ટ અને oppo ની ઓફિશિયલ સાઈટ પર ઉપલબ્ધ થશે. કલરના વિકલ્પની વાત કરીએ તો, આ ફોનમાં સિલ્વર નાઈટ, પર્પલ ફેન્ટમ અને મિડનાઈટ મેવેરિક અ ત્રણ વિકલ્પમાં ઉપલબ્ધ છે. Oppo K13 Turbo પ્રી-બુકિંગ માટે ઉપલબ્ધ છે અને તેનું વેચાણ 18 ઓગસ્ટથી શરુ થશે, જ્યારે K13 Turbo Proનું વેચાણ 15 ઓગસ્ટથી શરૂ થશે.
Oppo K13 Turbo, K13 Turbo Pro સુવિધાઓ, સ્પેસિફિકેશન
Oppo K13 Turbo, K13 Turbo Pro માં 6.80 ઇંચની LTPS AMOLED ડિસ્પ્લે આપવામાં આવી છે. જેનું રિઝોલ્યુશન 1280x2800 પિકસલ, 120Hz રિફ્રેશ રેટ, 240Hz ટચ સેમ્પલિંગ રેટ અને 1,600 નિટ્સ સુધીની ગ્લોબલ પીક બ્રાઇટનેસ છે. K13 Turbo Pro માં Qualcomm Snapdragon 8s 4th જનરેશન પ્રોસેસર આપવામાં આવ્યું છે. 16GB સુધીની LPDDR5X રેમ અને 512GB સુધીની UFS 4.0 ઓનબોર્ડ સ્ટોરેજ આપવામાં આવી છે. જ્યાં K13 Turbo માં MediaTek Dimensity 8450 પ્રોસેસર છે. 16GB સુધીની LPDDR5X રેમ અને 512GB સુધીની UFS 3.1 ઇનબિલ્ટ સ્ટોરેજ આપવામાં આવી છે. આ બંને સ્માર્ટફોન Android 15 પર આધારિત ColorOS 15 પર કામ કરે છે. આ બંને ફોન ધૂળ અને પાણીના રક્ષણ માટે IP/X9 આપવામાં આવ્યું છે. કેમેરા સેટઅપની વાત કરીએ, તો K13 Turbo સીરિઝના રીયરમાં 50mp નો મુખ્ય કેમેરો અને 2mp નો સેકન્ડરી કેમેરો આપવામાં આવ્યો છે. અને સેલ્ફી માટે 16mp નો ફ્રંટ કેમેરો આપવામાં આવ્યો છે. આ બંને સ્માર્ટફોનની બેટરી 7000mAh ની આપવામાં આવી છે જે, 80W નું વાયર્ડ ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. કનેક્ટિવિટી વિકલ્પોમાં 5G, 4G, Wi-Fi 7, બ્લૂટૂથ 5.4, GPS, NFC અને USB ટાઇપ C પોર્ટનો સમાવેશ થાય છે.




















