Home Tech/Gadgets Tech Gadget News New Redmi Smart Phone Launch Soon

Redmi 15 5G ભારતમાં થશે આ તારીખે લોન્ચ : જાણો આ Smart Phone ની બેટરી, સ્ટોરેજ અને પ્રોસેસરની માહિતી

Redmi 15 5G ભારતમાં થશે આ તારીખે લોન્ચ
Published by: OBS Bureau
Last Updated: Aug 09, 2025, 11:45 AM IST

જો તમે એક સ્માર્ટફોન ખરીદવાના હોવ તો આ ફોન તમારા માટે એક સારો વિકલ્પ સાબિત થઈ શકે છે. Xiaomi એ તેના Redmi સિરીઝનો નવો સ્માર્ટફોન Redmi 15 5G ને લોન્ચ કરવાની ત્યારીમાં છે. આ ફોનના વિશે માહિતી જાણો. Redmi 15 5G ને મલેશિયામાં MYR 729 (15000 રૂપિયાની આસપાસ) લોન્ચ કરવામાં આવ્યો છે. હાલમાં, 8GB+256GB સ્ટોરેજનું માત્ર એક જ વેરિઅન્ટ લોન્ચ કરવામાં આવ્યું છે. આ સ્માર્ટફોન માટે ત્રણ કલરના વિકલ્પો મળી રહે છે. Ripple Green, Titan Gray અને Midnight Black માં જોવા મળશે. કંપની આ ફોનને ભારતમાં 18 ઓગસ્ટ 2025 એ લોન્ચ કરવામાં આવશે. આ ફોનનું વેચાણ Xiaomi ની વેબસાઈટ અને ઓફલાઈન સ્ટોર્સમાં કરવામાં આવશે.

Redmi 15 5G સ્પષ્ટીકરણો

Redmi 15 5G માં 6.9-ઇંચનો ફુલ HD+ ડિસ્પ્લે છે જે 144Hz રિફ્રેશ રેટ અને 288Hz ટચ સેમ્પલિંગ રેટને સપોર્ટ કરે છે. સ્ક્રીનમાં Wet Touch 2.0 ટેકનોલોજી છે, જે ભીની આંગળીઓથી પણ સરળ ટચ આપશે. ફોન Snapdragon 6s Gen 3 ચિપસેટ દ્વારા સંચાલિત છે, જે પ્રદર્શન અને બેટરી મેનેજમેન્ટ માટે ઑપ્ટિમાઇઝ કરેલ છે. તે Android 15 આધારિત HyperOS 2.0 પર ચાલે છે અને તેમાં Circle to Search, AI Eraser, AI Sky, અને Dynamic Shots જેવા સ્માર્ટ AI ફીચર્સ છે. કેમેરા સેટઅપમાં 50MP પ્રાઇમરી કેમેરો અને સેકન્ડરી લેન્સનો સમાવેશ થાય છે. ફ્રન્ટમાં 8MP સેલ્ફી કેમેરા છે. ફોનમાં સાઇડમાં ફિંગરપ્રિન્ટ સ્કેનર આપવામાં આવેલ છે. બેટરી તેની સૌથી મોટી ખાસિયત છે. ફોનમાં 7000mAh ની મોટી બેટરી છે, જે 33W ફાસ્ટ ચાર્જિંગ અને 18W રિવર્સ ચાર્જિંગને સપોર્ટ કરે છે. તેમાં Hi-Res Audio, Dolby Atmos અને IP64 રેટેડ બિલ્ડ જેવી સુવિધાઓ પણ છે. ફોનમાં વર્ચ્યુઅલ રેમને વધારવાનો વિકલ્પ છે, જે તેને 16GB RAM સુધી વાપરી શકાય છે અને 2TB સુધી microSD કાર્ડ સપોર્ટ પણ સામેલ છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now