Home Tech/Gadgets Tech Gadget News Learn How To Save Fifteen Thousand On This Samsung Smartphone

Samsung ના આ મોબાઈલમાં 15000 રૂપિયાની બચત! : water resistant ip67 અને અન્ય વધારાની માહિતી જાણો

Samsung ના આ મોબાઈલમાં 15000 રૂપિયાની બચત!
Published by: OBS Bureau
Last Updated: Aug 06, 2025, 06:37 AM IST

Amazon Great Freedom Festival Sale 2025 સેલ શરુ થયાને એક અઠવાડિયાથી પણ વધારે થઇ ગયું છે. સ્વતંત્રતા દિવસ નિમિત્તે આ સેલ ચાલી રહી છે. અને જો તમે 25 -30 હજારના રૂપિયાનો એક નવો Samsung ના સ્માર્ટફોનની તપાસમાં છો, તો આ તક તમારા માટે છે. હાલમાં, ઈ-કોમર્સ સાઇટ એમેઝોન Samsung Galaxy A55 5G ફોનમાં એક શાનદાર ઓફર આપી રહ્યું છે. Galaxy A55 5G પર ઉપલબ્ધ ઑફર્સ, કિંમત અને સ્પષ્ટીકરણો વિશે વિગતવાર જાણીએ.

Samsung Galaxy A55 5G કિંમત & ઓફર

Samsung Galaxy A55 5G નો 8GB+128GB સ્ટોરેજ વેરિઅન્ટ ઈ-કોમર્સ સાઇટ પર 24,999 રૂપિયા છે. અને બેંક ઓફરમાં SBI ના ક્રેડિટ કાર્ડ વ્યવહારો પર તમે 475 રૂપિયાનું ફ્લેટ ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ મેળવી શકો છો, જેના પછીની કિંમત 24,524 રૂપિયા થશે. તેના સિવાય એક્સચેન્જ ઓફરમાં 24,200 રૂપિયા સુધીની બચત થઇ શકે છે. આ એક્સચેન્જ ઓફરમાં જુના ફોનની કે હાલમાં તમારા ફોનની સ્થિતિ અને મોડલ પર આધાર રાખે છે. આ ફોન માર્ચ 2024 માં 39,999 રૂપિયામાં લોન્ચ કરવામાં આવ્યો હતો, જેના લીધે આ ફોનમાં 15,475 રૂપિયા સુધીની બચત થાય છે.

Samsung Galaxy A55 5G સુવિધાઓ, વિશિષતાઓ

Samsung Galaxy A55 5G માં 6.6 ઇંચની FUll HD+ સુપર AMOLED ડિસ્પ્લે આપવામાં આવી છે. જેનું રિઝોલ્યુશન 1080x2408 પીક્સલ, રિફ્રેશ રેટ 120Hz છે. Galaxy A55 5G માં 4nm Exynos 1480 પ્રોસેસર આપવામાં આવ્યું છે. ઓપરેટિંગ સિસ્ટમની વાત કરીએ તો, આ સ્માર્ટફોન Android 14 પર બેસ્ડ ONE UI 6.1 પર કાર્ય કરે છે. આ ફોનમાં 5000mAh ની બેટરીને ચાર્જ કરવા માટે 25w નું ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ કરે છે. કેમેરા સેટઅપની વાત કરીએ તો, Galaxy A55 5G ના રીયરમાં 50mp નો મુખ્ય કેમેરો, 12mp નો અલ્ટ્રા વાઇડ કેમેરો છે અને 5mp નો મેક્રો કેમેરો આપવામાં આવ્યો છે. અને સેલ્ફી માટે 32mp નો ફ્રંટ કેમેરો છે. આ ફોન ધૂળ અને પાણીથી રક્ષણ માટે IP67 રેટિંગથી સજ્જ છે. આ ફોનમાં સિક્યોરિટી માટે ફિંગરપ્રિંટ સેન્સર આપવામાં આવ્યું છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now