જો તમે કોઈ સસ્તા 5G ફોનની તપાસમાં છો અને તમારું બજેટ માત્ર 8000 નું છે તો આ તક નો તમારા માટે છે. તમે હાલ જ Amazon Great Freedom Festival Sale 2025 નો આજે છેલ્લો દિવસ છે, તો આ ઓફર માત્ર આજના માટે જ લાગુ ગણાશે.
Amazon Great Freedom Festival Sale 2025:
મૂળ કિંમત કરતા પણ ઓછી કિંમતમાં મળશે આ 5G ફોન. Redmi A4 5G માં સ્પાર્કલ પર્પલ અને સ્ટેરી બ્લેક આમ 2 કલરના વિકલ્પોની સાથે 8499 માં લોન્ચ કરવામાં આવ્યો હતો. જે 4GB+64GB વેરિઅન્ટની કિંમત છે. તેના સિવાય 4GB+128GB ની કિંમત 9499 રૂપિયા અને 6GB+128GB વેરિઅન્ટની કિંમત 10499 રૂપિયા છે. પરંતુ સેલ દરમિયાન આ ત્રણ ફોનની કિંમત ક્રમશ: 7998 રૂપિયા, 8798 રૂપિયા, 9799 રૂપિયા થઈ છે. એટલું જ નહીં, જો તમે Amazon Pay ICICI Bank ના ક્રેડિટ કાર્ડની મદદથી ખરીદી કરો છો, તો ક્રમશ 399 રૂપિયા, 439 રૂપિયા, અને 498 રૂપિયાનું કેશબેક મળશે. તેમાં બેસ વેરિઅન્ટની કિંમત 7599 રૂપિયા થઇ જશે.
Redmi A4 5G ના ફંક્સન, અને બેટરીની માહિતી
Redmi A4 5G માં 6.88 ઇંચની HD+ ડિસ્પ્લે છે, જેનું રિઝોલ્યુશન 1600x720 પીક્સલ છે. ડીસ્પ્લેમાં 120Hz નું રીફ્રેશ રેટ છે. ફોનમાં Snapdragon 4s Gen 2 પ્રોસેસર છે. માઈક્રો SD કાર્ડની મદદ થી આ ફોનની સ્ટોરેજ 1TB સુધી વધારી શકાય છે. ફોનમાં 50mp નો મુખ્ય કેમેરો છે અને ફ્રંટમાં 5mp નો કેમેરો છે. સાઈડમાં ફિંગરપ્રિન્ટ સેન્સર આપવામાં આવ્યું છે. 3.5mm નો હેડફોન જેક આપવામાં આવ્યો છે. ફોનનું વજન 212.35 ગ્રામ છે. અને ફોનની બેટરી 5160mAh ની છે જે, 18W નું ચાર્જિંગ સપોર્ટ કરે છે.
નોંધ:
ધ્યાનમાં રાખો કે Redmi A4 5G એક 5G સપોર્ટેડ ડિવાઇસ છે, પરંતુ તે 5G NSA (નોન-સ્ટેન્ડઅલોન) નેટવર્કને સપોર્ટ કરતું નથી અને Airtel અને Vi એ તેમના વપરાશકર્તાઓ માટે ફક્ત 5G NSA રોલઆઉટ કર્યું છે, જ્યારે Jio એ તેના વપરાશકર્તાઓ માટે 5 SA (5G સ્ટેન્ડઅલોન) રોલઆઉટ કર્યું છે. આવી સ્થિતિમાં, ફોનમાં 5Gનો લાભ ફક્ત Jio નેટવર્ક સાથે જ મેળવી શકાય છે.




















