Home Tech/Gadgets Tech Gadget News Gets New Phone Iqoo Neo 10r On Amazon Great Freedom Festival Storage Camera Function And Many More Details

Festival Sale 2025 ; આ ફોન થયા સસ્તા! : મૂળ કિંમતથી 4000 ઓછી કિંમતમાં મળશે, જાણો કેવી રીતે?

Festival Sale 2025 ; આ ફોન થયા સસ્તા!
Published by: OBS Bureau
Last Updated: Aug 02, 2025, 07:21 AM IST

તમે iQOOનો નવો સ્માર્ટફોન ખરીદવાનું વિચાર કરી રહ્યા છો, તો આ તક તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. Amazon Great Freedom Festival Sale 2025 ચાલુ થઈ ચૂક્યો છે. આ ફોનના 3 વેરિયન્ટ્સ આવે છે, જેમાં 8GB+128GB, 8GB+256GB, 12GB+256GB નો સમાવેશ થાય છે.

iQOO Neo 10R: ડિસ્કાઉન્ટ, ઓફર:

iQOO Neo 10R આ ફોન માર્ચમાં 26999 રૂપિયામાં લોન્ચ કરવામાં આવ્યો હતો. આ ફોનના 8GB+128GB સ્ટોરજના વેરિયન્ટ્સની એમેઝોન પર કિંમત 24998 રૂપિયામાં છે. એમેઝોન સેલ માટે કૂપન ઓફર દ્વારા 2000 નું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે, જેના પછી ફોનની કિંમત 22998 રૂપિયા થાય છે. અને તેના સિવાય એક્સચેન્જ ઓફર ઉપલબ્ધ છે.

iQOO Neo 10R વિશિષ્ટતાઓ

iQOO Neo 10R માં 6.78 ઇંચની AMOLED ડિસ્પ્લે આપવામાં આવી છે. જેનું રિઝોલ્યુશન 1260x2800 પીક્સલ, 120hz રિફ્રેશ રેટ અને 4500nits પીક બ્રાઈટનેસ છે. આ ફોન Snapdragon 8s Gen3 નું પ્રોસેસર છે. આ ફોન android 15 અને Funtouch OS 15 ના ઓપરેટિંગ સિસ્ટમ પર કાર્ય કરે છે.

બેટરી અને કેમેરો:

આ ફોનમાં 6,400mAh ની બેટરી આપી છે જે 80W નું ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ કરે છે. કેમેરા સેટઅપની વાત કરીએ તો, Neo 10R માં રિયરમાં 50mp નો મુખ્ય કેમેરો અને 8mp નો અલ્ટ્રા વાઈડ કેમેરો છે. સેલ્ફી માટે 32mp નો ફ્રંટ કેમેરો આપવા આવ્યો છે. કનેક્શન વિકલ્પોની વાત કરીએ તો, 5g, WiFi 7, bluetooth 5.4, GPS અને usb ટાઇપ c પોર્ટ આપવામાં આવ્યો છે. ફોની લંબાઈ 75.88mm, પહોળા 163.72mm અને વજન 196 ગ્રામનું છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now