Home Tech/Gadgets Tech Gadget News Flipkart Freedom Sale Starts Tomorrow Find Out How Much The Price Of Which Smartphones Has Been Reduced

Flipkart Freedom Sale કાલથી શરુ! : ક્યાં સ્માર્ટફોનની કિંમતમાં કેટલાની બચત તે જાણો?

Flipkart Freedom Sale કાલથી શરુ!
Published by: OBS Bureau
Last Updated: Aug 12, 2025, 01:06 PM IST

Flipkart પર આવતીકાલથી Flipkart Freedom Sale શરૂ થવાની છે. સેલ દરમિયાન કિંમતમાં ઘટાડો અને બેંક ઓફર્સ ઉપલબ્ધ છે. આ ઉપરાંત, જૂના અથવા હાલના ફોનને એક્સચેન્જ ઓફરમાં આપીને વધારાની બચત પણ કરી શકાશે. ફ્લિપકાર્ટ સેલ સ્માર્ટફોન વિશે વિગતવાર માહિતી જાણો.

iPhone 16 કિંમત અને ડિસ્કાઉન્ટ

iPhone 16 નું 128GB સ્ટોરેજ વેરિએન્ટની Flipkart પર કિંમત 74,900 રૂપિયા છે. જે ગયા વર્ષે 79,900 રૂપિયામાં લોન્ચ થયો હતો. બેંક ઓફરની વાત કરીએ તો, SBIના ક્રેડિટ કાર્ડથી ચુકવણી કરવાથી 4000 રૂપિયાનું ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ મેળવી શકો છો, જે પછી અસરકારક કિંમત 70,900 રૂપિયા થશે. આ ઉપરાંત, એક્સચેન્જ ઓફરમાં જૂનો ફોન આપીને કિંમત 57,850 રૂપિયા ઘટાડી શકાય છે. જોકે, એક્સચેન્જ ઓફરનો મહત્તમ લાભ એક્સચેન્જમાં આપવામાં આવેલા ફોનની હાલની સ્થિતિ અને મોડલ પર આધારિત છે.

Nothing Phone (3) કિંમત અને ડિસ્કાઉન્ટ

Nothing Phone (3) નો 12GB રેમ અને 256GB સ્ટોરેજ વેરિએન્ટની Flipkart પર કિંમત 79,999 રૂપિયા છે. બેંક ઓફરની વાત કરીએ તો, ICICIના ક્રેડિટ કાર્ડથી ચુકવણી કરવાથી 10 હજારનું ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ મેળવી શકો છો, જે પછીની કિંમત 69,999 રૂપિયા થશે. આ ઉપરાંત, એક્સચેન્જ ઓફરમાં જૂનો ફોન આપીને કિંમત 69,500 રૂપિયા ઘટાડી શકાય છે. જોકે, એક્સચેન્જ ઓફરનો મહત્તમ લાભ એક્સચેન્જમાં આપવામાં આવેલા ફોનની હાલની સ્થિતિ અને મોડલ પર આધારિત છે.

Samsung Galaxy Z Flip7 5G કિંમત અને ડિસ્કાઉન્ટ

Samsung Galaxy Z Flip7 5G નો 12GB રેમ અને 256GB સ્ટોરેજ વેરિએન્ટની Flipkart પર કિંમત 1,09,999 રૂપિયા છે. બેંક ઓફરની વાત કરીએ તો, તમે પસંદગીના બેંક ક્રેડિટ કાર્ડ દ્વારા ચુકવણી કરવા પર 12,000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મેળવી શકો છો, જે પછીની કિંમત 97,999 રૂપિયા થશે. આ ઉપરાંત, એક્સચેન્જ ઓફરમાં જૂનો ફોન આપીને કિંમત 79,900 રૂપિયા ઘટાડી શકાય છે. જોકે, એક્સચેન્જ ઓફરનો મહત્તમ લાભ એક્સચેન્જમાં આપવામાં આવેલા ફોનની હાલની સ્થિતિ અને મોડલ પર આધારિત છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now