Home Tech/Gadgets Tech Gadget News Apple Iphone 17 Series Will Be Launched On This Date What Will Be Special In Iphone 17

Apple iPhone 17 Series આ તારીખે થશે લોન્ચ! : નવી ડિઝાઇન સાથે આ વસ્તુ ખાસ હશે?

Apple iPhone 17 Series આ તારીખે થશે લોન્ચ!
Published by: OBS Bureau
Last Updated: Aug 06, 2025, 12:15 PM IST

Apple iPhone 17 Series

Apple ભલે તેની આવતી જનરેશનના iPhone ને લઈને ચુપ છે. પરંતુ એક રિપોર્ટ અનુશાર આ રહસ્યનો ખુલાશો થયો છે. Apple ના iPhone 17 સિરીઝના ફોનની લોન્ચ તારીખ 9 સપ્ટેમ્બરની આસપાસની હોય શકે છે. Apple, Google અને Samsung જેવા ફોનની લોન્ચની તારીખ અગાઉથી ખબર પડી જતી હોય છે, તેનાથી તેઓ માર્કેટિંગ અને વેચાણની વ્યૂહરચના અગાઉથી બનાવી શકે છે.

કેમ વિશ્વાસનીય લાગી રહી છે 9 સપ્ટેમ્બર?

Apple છેલ્લા કેટલાક વર્ષોથી દર સપ્ટેમ્બરમાં iPhone સિરીઝને લોન્ચ કરવામાં આવે છે. iPhone 16 પણ 2024 માં 9 સપ્ટેમ્બરના દિવસે જ લોન્ચ કરવામાં આવ્યો હતો. આવી સ્થિતિમાં, આ તારીખ પરંપરાની દ્રષ્ટિએ સંપૂર્ણ રીતે બંધબેસે છે. જો આ વખતે પણ આ જ સમયપત્રકનું પાલન કરવામાં આવે, તો એવી અપેક્ષા રાખવામાં આવે છે કે પ્રી-ઓર્ડર 12 સપ્ટેમ્બરથી શરૂ થશે અને શિપિંગ 19 સપ્ટેમ્બરથી શરૂ થઈ શકે છે.

iPhone 17 સિરીઝમાં શું ખાસ હોઈ શકે છે?

આ સિરીઝમાં ચાર મોડલ્સ જોવા મળી શકે છે. iPhone 17, iPhone 17 Pro, iPhone 17 Pro Max, iPhone 17 Air (નવી ડિઝાઇન સાથે) આ iPhone 17 Air ને લઈને ખુબ ચર્ચા ચાલી રહી છે કેમ કે આ મોડલ ફક્ત પાતળો નહિ પરંતુ હલકો પણ હશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now