Home Tech/Gadgets Ai Plus Nova 2 Pro 5g India Launch June 22

22 જૂને લોન્ચ થશે Ai+ Nova 2 Pro 5G સ્માર્ટફોન : 6000mAh બેટરી, 48mp Sony કેમેરા અને બજેટ કિંમતમાં આવશે આ નવો 5G ફોન

Ai+ Nova 2 Pro 5G
Image Credit: Instagram
Published by: Aryan Shah
Last Updated: Jun 21, 2026, 03:15 AM IST

Ai+ Nova 2 Pro 5G : ટેકનોલોજીની દુનિયામાં રસ ધરાવતા લોકો માટે એક ખુશખબર સામે આવી છે. લોકપ્રિય સ્માર્ટફોન બ્રાન્ડે પોતાના નવા પાવરફુલ ફોન Ai+ Nova 2 Pro 5Gની લોન્ચ તારીખ જાહેર કરી દીધી છે. આ ફોન આવતા અઠવાડિયે ભારતીય બજારમાં ધમાકેદાર એન્ટ્રી કરવા માટે તૈયાર છે. ઇન્ટરનેટ પર કંપનીએ આ ફોનનું નવું ટીઝર રિલીઝ કર્યું છે, જેમાં તેના શાનદાર સ્પષ્ટીકરણો અને લુક વિશે ઘણી મહત્વની માહિતી શેર કરવામાં આવી છે.

લોન્ચિંગ સમય અને ક્યાંથી ખરીદવો

કંપનીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોતાના સત્તાવાર એકાઉન્ટ પરથી આ વાતની પુષ્ટિ કરી છે કે Ai+ Nova 2 Pro 5G સ્માર્ટફોન 22 Juneના રોજ બપોરે 12 વાગ્યે ભારતમાં રિલીઝ કરવામાં આવશે. ખરીદી માટે આ ફોન ખાસ કરીને Flipkart પર ઉપલબ્ધ કરાવાશે. આ સિવાય ગ્રાહકો તેને કંપનીની સત્તાવાર વેબસાઇટ પરથી પણ ઓનલાઇન ઓર્ડર કરી શકશે.

આ પણ ખાસ વાંચો : Nothingએ બદલ્યો એક અક્ષર... અને માર્કેટમાં શરૂ થઈ નવી ચર્ચાઓ : 'a' પછી હવે લાવશે રહસ્યમય 'b' સિરીઝ, જાણો આ નવી સિરીઝ વિશે

અપેક્ષિત કિંમત અને આકર્ષક કલર્સ

જો આપણે આ ફોનની કિંમત વિશે વાત કરીએ તો કંપનીએ હજુ સુધી સત્તાવાર કિંમત જાહેર કરી નથી. પરંતુ મીડિયા રિપોર્ટ્સ મુજબ આ ફોનની કિંમત ₹12,000થી ₹15,000ની વચ્ચે હોઈ શકે છે. આ ફોન 4GB અને 6GB RAMના વેરિઅન્ટમાં મળી શકે છે, જેની સાથે 128GB અથવા 256GB સુધીનું ઇન્ટરનલ સ્ટોરેજ આપવાની અપેક્ષા છે. કલર ઓપ્શન્સની વાત કરીએ તો આ સ્માર્ટફોન Pink, black and sea green જેવા સુંદર શેડ્સમાં બજારમાં આવી શકે છે.

આ પણ ખાસ વાંચો : લોન્ચ પહેલા જ Galaxy A27 5Gના ફીચર્સ આવ્યા સામે : નવી ડિઝાઇન, Snapdragon પ્રોસેસર અને Android 16 સાથે આવશે નવો સ્માર્ટફોન

ડિસ્પ્લે અને અનોખી સ્માર્ટ લાઇટ્સ

આ ફોનમાં યૂઝર્સને 6.9-ઇંચની મોટી FHD+ ડિસ્પ્લે જોવા મળશે, જે વીડિયો જોવા માટે અને ગેમિંગ માટે ખૂબ જ ઉત્તમ સાબિત થશે. આ ફોનની સૌથી મોટી ખાસિયત તેની પાછળના ભાગમાં આપેલી સ્માર્ટ લાઇટ્સ સુવિધા છે. આ પ્રકારની ટેકનોલોજી પહેલી વાર કોઈ ફોનમાં વાપરવામાં આવી છે. આ રંગબેરંગી લાઇટ્સ તમારા ફોનમાં વાગતા સંગીત એટલે કે મ્યુઝિક સાથે સિંક થઈને ચમકશે, જે ફોનને ખૂબ જ આકર્ષક લુક આપે છે.

આ પણ ખાસ વાંચો : 35,000ના બજેટમાં નવો સ્માર્ટફોન ખરીદવો છે? : આ ત્રણ ફોનની કિંમત અને ફીચર્સની સરખામણી; જાણો કયો છે તમારા માટે બેસ્ટ

પાવરફુલ પ્રોસેસર અને શાનદાર પરફોર્મન્સ

સારા પરફોર્મન્સ માટે આ ફોનમાં ઓક્ટા-કોર ચિપસેટ પ્રોસેસર આપવામાં આવ્યું છે. આ પ્રોસેસરમાં ચાર A78 કોર 2.4GHz પર ક્લોક્ડ છે અને બીજા ચાર A55 કોર 2.0GHz પર ક્લોક્ડ કરવામાં આવ્યા છે. આ શક્તિશાળી પ્રોસેસરના કારણે ફોન હેંગ થયા વગર ખૂબ જ સ્મૂથ ચાલશે.

કેમેરા અને બેટરી પાવર

ફોટોગ્રાફીના શોખીનો માટે ફોનની પાછળના ભાગમાં ડ્યુઅલ AI કેમેરા સેટઅપ આપવામાં આવ્યો છે. આ કેમેરા ખાસ AI ફીચર્સથી સજ્જ છે, જેનો મુખ્ય લેન્સ 48mpનો છે અને તેમાં Sony IMX 582 સેન્સર વાપરવામાં આવ્યું છે. સેલ્ફી અને વીડિયો કોલ માટે ફ્રન્ટમાં 13mpનો AI કેમેરો મળશે. આ બધા ફીચર્સને ચલાવવા માટે ફોનમાં 6000mAhની ખુબ જ મોટી બેટરી આપવામાં આવી છે, જે 33Wના ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે આવશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now