Home Gujarat Tapi Magniben Life Struggl Story Home In Two States Gujarat And Maharashtra

મગનીબેનનું જીવન સંઘર્ષ : જીવનશૈલી બે રાજ્ય સાથે સંકળાયેલી, ગુજરાત કરે આર્થિક મદદ, મહારાષ્ટ્ર આપે માનસિક શાંતિ!

મગનીબેનનું જીવન સંઘર્ષ
Published by: OBS Bureau
Last Updated: Aug 08, 2025, 04:28 AM IST

જીવન કહો કે જિંદગી એ એક નદીના વહેણની જેમ ચાલે છે, જેમાં લીસી સપાટી અને ઢાળ જોઈ વહેતી રહે છે, જેમાં અનેક હરખની ઘડીઓ પણ આવે છે અને સંઘર્ષોની દીવાલો પણ આવે છે, પરંતુ આખરે તો પોતાને જ પૂર્ણ કરવાની હોય છે, જ્યાં સુધી પાત્ર જીવતું હોય ત્યાં સુધી જીવનગાથા અટકતી નથી. ત્યારે આજે એક એવા વ્યક્તિની વાત કરીશું જેમના જીવનામા સંઘર્ષો છે, હિંમત પણ છે, સાથો સાથ બે રાજ્ય સાથે નાતો પણ ધરાવે છે. જો કે, તેઓ મૂળ ગુજરાતના પરંતુ તેમનું જીવન આપણા સૌ કરતા થોડું અલગ છે, પરંતુ તેમનું દૈનિક જીવન આપણને નવાઈ પમાડે તેવું છે. અમે વાત કરી રહ્યાં છીએ, તાપી જિલ્લાના સોનગઢ તાલુકાનું બોર્ડર ગામ ગાઇસવાર અને મહારાષ્ટ્ર રાજ્યના ખોકરવાળા ગામની સરહદ પર રહેતા મગીબેન ગામીતની.


મગનીબેન રસોઈ બનાવે ગુજરાતમાં, જમે મહારાષ્ટ્રમાં!

મગીબેન ગામીત જેઓ તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના બોર્ડર ગામ ગાઇસવાર અને મહારાષ્ટ્ર રાજ્યના ખોકરવાળા ગામની સરહદ પર કાચા મકાનમાં રહે છે. જેમને પતિના મૃત્યુ પછી એકલા જ અહીં વસવાટ કરે છે. જેમને પોતાની જમીન-જાયદાત ન હોવાથી તેઓ વર્ષોથી સરકાર હસ્તકની ગૌચર જમીનમા રહે છે. જેમનો ઘર આમ ગુજરાતની સરહદમાં છે માટે તેઓ રસોઈ-ભોજન ગુજરાતમાં બનાવે છે, પરંતુ ઘરથી બે-ચાર ડગલામાં દૂર એક ઓટલો બનાવેલો છે જે મહારાષ્ટ્રની સરહદમાં છે, તેમના ઘરે વીજળીની સુવિધાનો અભાવ હોવાથી હવા-ઉજાસનો અભાવ રહે છે, માટે તેઓ જમે છે તે ઓટલા પર બેસીને.


મગનીબેનમાં છે 'એકલતા'ની હિંમત!

ઉલ્લેખનીય વાત એ છે કે, ગામવેરો તેમજ મતદાન પણ ગુજરાતના ગાઇસવારમાં કરે છે. જો કે, ગામલોકોના પ્રયત્નોથી શક્ય તેટલી સરકારી યોજનાનો લાભ અપાવે છે, જે થકી મગીબેન પોતાનું ગુજરાન ચલાવી શકે, પરંતું મગનીબેનની એકલતાની હિંમતના ગ્રામલોકો પણ વખાણ કરે છે.


ગ્રામજન આકુલા ગામીતએ શું કહે છે ?

ગાઈસવારના ગ્રામજન આકુલા ગામીતએ જણાવ્યું કે, 'અમારા ગામનું એક ઘર અડધુ ગુજરાતમાં છે અને અડધુ મહારાષ્ટ્રના ખોખરવાડા ગામમાં છે. જે ઘરમાં મગનીબેન રહે છે, જેઓ જમવાનું ગુજરાતમાં બનાવે તેમજ જમે છે મહારાષ્ટ્રના ઓટલા પર બેસીને. જે બેન વિધવા છે તેમને સરકારના તમામ લાભ ગુજરાત સરકાર તરફથી મળે છે તેમજ તેઓ ગામવેરો ગાઈસવાર ગામમાં ભરે છે.


'કાચું મકાન છે પરંતુ...'

ગામના સમાજિક આગેવાનોએ જણાવ્યું કે, 'મગનીબેન તમામ રીતે અમે મદદરૂપ થવાના પ્રયત્નો કરીએ છીએ. જેમનું ઘર હજુ સુધી કાચું છે પરંતુ તે ઘર સરકારની ગૌચર જમીન પર છે માટે અમે પાકુ ઘર બનાવીને આપી શક્યા નથી'

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now