સુરેન્દ્રનગરના ધાંગધ્રા રોડ પર હિટ એન્ડ રનની ઘટના બની છે જેમાં 3 મિત્રોના ઘટના સ્થળે મોત થયા છે, હાઈવે પર ટ્રક ચાલકે 3 મિત્રોને અડફેટે લેતા તેમના ઘટના સ્થળે મોત થયા છે, તો પોલીસે ઘટના સ્થળે જઈને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે, ટ્રક ચાલકે ફુલ સ્પીડમાં ટ્રક ચલાવીને અકસ્માત કર્યો હોવાની માહિતી સામે આવી છે.
સુરેન્દ્રનગરના ધાંગધ્રા રોડ પર ગમખ્વાર અકસ્માત થયો છે. જેમાં ટ્રક ચાલક અકસ્માત કરીને ફરાર થઈ ગયો છે, જેમાં 3 મિત્રોના ઘટના સ્થળે મોત થયા છે, ટ્રક ચાલક અકસ્માત કરીને ફરાર થઈ જતા પોલીસે સીસીટીવીના આધારે વધુ તપાસ હાથધરી છે. ટ્રક અન બાઈક વચ્ચે આ અકસ્માત સર્જાયો હતો, તો 3 મિત્રો રાત્રે દુધરેજ નજીક જતા હતા ત્યાં સામેથી આવતા ટ્રકે ટક્કર મારી હતી અને તેમના ઘટના સ્થળે મોત થયું હતું. એમ્બ્યુલન્સ પણ ઘટના સ્થળે પહોંચે તે પહેલા યુવકનું મોત થઈ ગયું હતું.
'ગુજરાતનું અપમાન સહન નહીં થાય': મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મલ્લિકાર્જુન ખડગે સામે આકરા પ્રહાર






