Home Gujarat Rajkot Surendranagar Aap Satish Gamara Resignation Bjp Joining News

ચૂંટણી પહેલા AAPમાં એક સાંધે ત્યાં તેર તૂટે જેવી સ્થિતિ! : ખેડૂત નેતા રાજુ કરપડા બાદ હવે આ દિગ્ગજ નેતા કરી શકે છે કેસરીયા!

સુરેન્દ્રનગરમાં આમ આદમી પાર્ટીના નેતા સતીષ ગમારા
Published by: Viral Patel
Last Updated: Apr 14, 2026, 11:44 AM IST

Surendranagar News: ગુજરાતના રાજકારણમાં અત્યારે મોટા ફેરફારો જોવા મળી રહ્યા છે. આ દરમિયાન, સુરેન્દ્રનગર જિલ્લામાં આમ આદમી પાર્ટી (AAP) ને મોટો ઝટકો લાગ્યો છે. પાર્ટીના ગુજરાત રાજ્યના જોઇન્ટ સેક્રેટરી સતીષ ગમારાએ પોતાના તમામ હોદ્દા પરથી રાજીનામું આપી દીધું છે.

લાંબા સમયથી પાર્ટી સાથે જોડાયેલા હતા સતીષ ગમારા

સતીષ ગમારા આમ આદમી પાર્ટીના એક પાયાના કાર્યકર્તા અને જવાબદાર હોદ્દેદાર તરીકે જાણીતા હતા. તેઓ ઘણા લાંબા સમયથી પાર્ટી સાથે જોડાયેલા હતા અને ગુજરાત રાજ્યના જોઇન્ટ સેક્રેટરી જેવી મહત્વની જવાબદારી નિભાવી રહ્યા હતા. તેમના રાજીનામાથી જિલ્લામાં પાર્ટીના સંગઠનને મોટું નુકસાન થયું હોવાનું માનવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો: કોંગ્રેસમાં જોડાતા જ ભાજપના પૂર્વ MLAએ ફોડ્યો બોમ્બ : પક્ષ વિરોધી પ્રવૃત્તિ બદલ ભાજપે કરી હતી હકાલપટ્ટી

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા રાજકીય ગરમાવો

હાલમાં મહાનગરપાલિકા અને જિલ્લા પંચાયતની આગામી ચૂંટણીનો માહોલ જામી રહ્યો છે. આવા મહત્વના સમયે સતીષ ગમારા દ્વારા રાજીનામું આપવાની ઘટનાએ સુરેન્દ્રનગરના રાજકારણમાં ખળભળાટ મચાવી દીધો છે. ચૂંટણીના ગણતરીના દિવસો પહેલા જ પાર્ટીના વરિષ્ઠ હોદ્દેદારના રાજીનામાને કારણે અનેક પ્રકારની ચર્ચાઓ શરૂ થઈ છે.

શું તેઓ ભાજપમાં જોડાશે?

રાજકીય સૂત્રોના જણાવ્યા અનુસાર, આમ આદમી પાર્ટીના પૂર્વ ખેડૂત નેતા રાજુભાઈ કરપડાના ભાજપમાં પ્રવેશ બાદ હવે સતીષ ગમારા પણ ભાજપમાં જોડાઈ શકે તેવી પ્રબળ શક્યતાઓ સેવાઈ રહી છે. જો સતીષ ગમારા ભાજપમાં જોડાય છે, તો તે આમ આદમી પાર્ટી માટે એક મોટો ફટકો સાબિત થઈ શકે છે અને ભાજપને સ્થાનિક સ્તરે વધુ મજબૂતી મળી શકે છે. આ ઘટના બાદ હવે આગામી દિવસોમાં સુરેન્દ્રનગરના રાજકીય સમીકરણો કેવા બદલાય છે, તે જોવું રસપ્રદ રહેશે.

આ પણ વાંચો: વડોદરા કોંગ્રેસમાં ભડકો : વોર્ડ-1માં મતદાન પહેલા જ પેનલમાં ગાબડું? મહિલા ઉમેદવારો અપક્ષ સાથે દેખાતા અનેક તર્ક-વિતર્ક

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now