સુરન્દ્રનગરમાં ખનીજ ચોરો બેફામ બન્યા હોય તેમ ઘટનાઓ સામે આવી રહી છે. જે બેફામ બનેલા ખનીજ ચોરોને કાયદા અને કાર્યવાહીનો ડર ન હોય તેમ ખનીજ ચોરી કરી રહ્યાં છે. ત્યારે વહીવટી તંત્ર પણ એક્શન મોડમાં આવ્યું હોય તેમ જણાઈ રહ્યું છે. થાનગઢના ખનિજ ચોરીમાં સંકળાયેલા 2 ખનીજ માફિયાઓને પ્રાંત અધિકારીએ ભાગેડુ જાહેર કર્યા છે.
બે ખનીજ માફિયાઓને ભાગેડુ જાહેર
સુરેન્દ્રનગરમાં ખનીજ ચોરી કરતા બદમાશો પર લગામ લગાવવા વહીવટી તંત્ર એક્શનમાં આવ્યું છે. જેના પગલે ખનિજ માફિયાઓ સામે કાર્યવાહીનો દોર શરૂ કર્યો છે. ગેરકાયદેસર ખોદકામ કરી સરકારી મિલકતને નુક્સાન પહોંચાડનાર રણું અલગોતર અને વિજય અલગોતરને ચોટીલા નાયબ ક્લેક્ટર અને સબ ડીવીઝન મેજીસ્ટ્રેટએ ભાંગેડુ જાહેર કર્યા છે.
વાંચો જાહેરનામું
સમન્સ બજાવવા છતા હાજર ન થતાં કાર્યવાહી
થાનગઢ તાલુકામાં ગેરકાયદે કોલસાનું ખનન કરી તેમજ સફેદ માટી સહિતની ખનીજ સંપત્તિમાં નુકસાન પહોચાડવા મામલે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023ની કલમ 129, 130, 132 ગુના હેઠળ સમન્સ બજાવવા છતા હાજર ન થતાં તેમજ પોલીસ શોધખોળથી દૂર ભાગતા ફરતા શખ્સોને ચોટીલા પ્રાંત અધિકારીએ ભાગેડુ જાહેર કર્યા છે.
મિલકત જપ્ત સુધીની તૈયારી!
અત્રે જણાવીએ કે, હાજર નહીં થાય તો મિલકત જપ્ત કરવા સુધીની કાર્યવાહી કરવાના પણ આદેશ પણ આપવામાં આવ્યા છે. સબ ડીવીઝન મેજીસ્ટ્રેટએ ભાગેડુ (ફરારી) જાહેરનામામાં જણાવ્યું છે કે, 'જો તેઓ હુકમનો પાલન નહી કરે તો ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023ની કલમ 85 મુજબ ફરારી (ભાગેડુ)ની મિલકત જપ્તિ કરવા માટેની કાર્યવાહી કરવામાં આવશે'

_d52e450a-40f6-4065-a4b2-c76416b8b02d.jpg)




