Home Gujarat Surat Will Become A Slum Free City Decision Taken In Cabinet Meeting

સુરત સ્લમ ફ્રી સિટી બનશે : પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ કરી જાહેરાત, જાણો કેબિનેટ બેઠકમાં શુ લેવાયા નિર્ણય!

સુરત સ્લમ ફ્રી સિટી બનશે
Published by: Offbeat Team
| Last Updated: Dec 31, 2025, 10:20 AM IST

Gandhinagar News : આજે રાજ્ય સરકાર દ્વારા કેબિનેટ બેઠકમાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. સુરત શહેરને સ્લમ ફ્રી સિટી બનાવવા માટે સરકાર અને તંત્ર દ્વારા મહત્વપૂર્ણ પગલાં લેવામાં આવી રહ્યા છે.

‘ગ્રામીણ સહકારી બેંકોનોવ્યાપ વધારાશે’

રાજ્ય સરકારની તાજેતરમાં યોજાયેલી કેબિનેટ બેઠકમાં અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. ગ્રામિણ સરકારી તથા સહકારી બેંકોનો વ્યાપ વધારવા માટે કેન્દ્ર સરકાર દ્વારા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના નેજા હેઠળ મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે. ખેડૂતો અને ગ્રામિણ નાગરિકોને વધુ સારી બેંકિંગ સુવિધાઓ મળી રહે તે હેતુથી ગ્રામિણ બેંકોમાં સુવિધાઓ વધારવા માટે મંજૂરી આપવામાં આવી છે. આ અંતર્ગત રાજ્યમાં 9 નવી સહકારી બેંકો શરૂ કરવાની યોજના છે, જેના માટે જરૂરી વિગતો મંજૂરી માટે કેન્દ્ર સરકારને મોકલવામાં આવી છે.

'આર્થિક વિકાસને વેગ આપવા કેબિનેટ બેઠકમાં થઈ ચર્ચા'

કેબિનેટ બેઠકમાં રાજ્યના આર્થિક વિકાસને વધુ વેગ આપવા પર પણ વિશેષ ચર્ચા કરવામાં આવી હતી. રાજ્યનો GDP દર વધારવા માટે દરેક જિલ્લાનો GDP દર વધારવાની સૂચના આપવામાં આવી છે. મુખ્યમંત્રીએ ચીફ સેક્રેટરીને તમામ જિલ્લાઓમાં ઉદ્યોગ, ખેતી અને સેવાક્ષેત્રના વિકાસ દ્વારા GDP દર વધે તે માટે માર્ગદર્શન આપ્યું છે. જિલ્લાનો GDP વધશે તો રાજ્યનો કુલ GDP પણ વધશે અને આ રીતે રાજ્યનો GDP દર 9 થી 10 ટકા સુધી વધે તે માટે લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું છે.

સુરત સ્લમ ફ્રી સિટી બનશે

પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ કહ્યું કે, 'શહેરી વિકાસ અંગે પણ કેબિનેટ બેઠકમાં મહત્વપૂર્ણ ચર્ચા થઈ હતી. સ્લમ ફ્રી નગર અને મ્યુનિસિપલ કોર્પોરેશન બનાવવાના મુદ્દે સરકાર ગંભીરતાથી આગળ વધી રહી છે. હાલ ચંદીગઢ 10 લાખ વસ્તી ધરાવતું દેશનું પ્રથમ સ્લમ ફ્રી શહેર છે. સરકારે સુરતને સમગ્ર દેશમાં 20 લાખથી વધુ વસ્તી ધરાવતું પ્રથમ સ્લમ ફ્રી શહેર બનાવવાનું આયોજન કર્યું છે'. નોંધનીય છે કે 'જ્યારે નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે સુરતમાં સ્લમ વિસ્તાર 36 ટકા હતો, જ્યારે હાલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના શાસન દરમિયાન સુરતમાં સ્લમ વિસ્તાર ઘટીને માત્ર 5 ટકા રહ્યો છે. રાજ્ય સરકારે ગુજરાતના દરેક નાગરિકને પોતાનું ઘર મળે તે માટે અધિકારીઓને સ્પષ્ટ સૂચનાઓ આપી છે'.

કમોસમી વરસાદ અંગે એડવાઇઝરી જાહેર કરવામાં આવી

આ સાથે જ કૃષિ વિભાગ દ્વારા કમોસમી વરસાદ અંગે એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે. કચ્છ, બનાસકાંઠા, પાટણ અને દેવભૂમિ દ્વારકા જિલ્લાઓને ખાસ સૂચના આપવામાં આવી છે. કમોસમી વરસાદથી પાકને નુકસાન ન થાય તે માટે ખેડૂતોને જરૂરી તકેદારી રાખવા અને ખેતી સંબંધિત માર્ગદર્શન અનુસરવા જણાવવામાં આવ્યું છે. ઉપરાંત, વડાપ્રધાનના આગામી કાર્યક્રમોને લઈને પણ તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. વડાપ્રધાન સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં યોજાનારી વાયબ્રન્ટ સમિટમાં હાજરી આપશે, જોકે વડાપ્રધાન કાર્યાલય તરફથી હજી સુધી કાર્યક્રમનો અંતિમ સમય જાહેર કરવામાં આવ્યો નથી. રાજ્ય સરકાર દ્વારા આ કાર્યક્રમ માટે પૂર્વ તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. કેબિનેટ બેઠકમાં લેવામાં આવેલા આ તમામ નિર્ણયો રાજ્યના ગ્રામિણ વિકાસ, શહેરી વિકાસ, કૃષિ સુરક્ષા અને આર્થિક વૃદ્ધિ માટે મહત્વપૂર્ણ સાબિત થવાના છે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now

જંબુસર હાઈવે પર ત્રાટક્યો કાળમુખો ટ્રક: બસ સ્ટેન્ડ પાસે ઊભેલા શ્રમિક પરિવારને કચડ્યો, 11 વર્ષની બાળકીનું મોત

જંબુસર હાઈવે પર ત્રાટક્યો કાળમુખો ટ્રક

અમરેલીમાં વિકાસનો મહાકુંભ: CM ભૂપેન્દ્ર પટેલે રૂ. 700 કરોડના 24 પ્રોજેક્ટ્સનું કર્યું લોકાર્પણ અને ખાતમુહૂર્ત!

અમરેલીમાં વિકાસનો મહાકુંભ

ઈરાન-ઈઝરાયેલ યુદ્ધની જ્વાળામાં ગુજરાતનો એક્સપોર્ટ ઉદ્યોગ: 5,500 કન્ટેનરો વિદેશી પોર્ટ પર અટવાયા, કરોડોનું નુકસાન!

ઈરાન-ઈઝરાયેલ યુદ્ધની જ્વાળામાં ગુજરાતનો એક્સપોર્ટ ઉદ્યોગ

આવતા આઠવાડિયે ગુજરાત પ્રવાસે આવશે કેજરીવાલ અને ભગવંત માન: શું સ્થાનિક સ્વરાજયની ચૂંટણીનું પ્લાન? AAPના પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીએ આપી જાણકારી

આવતા આઠવાડિયે ગુજરાત પ્રવાસે આવશે કેજરીવાલ અને ભગવંત માન

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલાં ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતાનું નિધન: અચાનાક પૂર્વ કાયદા મંત્રી ઉદેસિંહ બારીયાના નિધનથી સ્થાનિક રાજકારણમાં શોકનું મોજું!

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલાં ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતાનું નિધન

ચૂંટણી પહેલા પાટીદારોનું મહાસંમેલન: "જંગ માટે તૈયાર રહેજો", પરસોત્તમ રૂપાલાનું ઈશ્વરિયાથી સમાજને આહવાન

ચૂંટણી પહેલા પાટીદારોનું મહાસંમેલન
Play Video

81 બોલમાં 14 છગ્ગા, 21 ચોગ્ગા, 193 રન ફટકાર્યા! ક્રિકેટનો નવો 'ધુરંધર': તોડી શકે છે ક્રિસ ગેલનો રેકોર્ડ, આ ટૂંક સમયમાં ટીમ ઇન્ડિયામાં રમતો દેખાશે આ ગુજરાતી છોકરો

81 બોલમાં 14 છગ્ગા, 21 ચોગ્ગા, 193 રન ફટકાર્યા! ક્રિકેટનો નવો 'ધુરંધર'

સાણંદ-વિરમગામ હાઇવે પર કાળમુખું પાણી: ખાડાનું પાણી પીતા જ 33 ઘેટાં-બકરાના ટપોટપ મોત, માલધારીઓમાં ભારે રોષ!

સાણંદ-વિરમગામ હાઇવે પર કાળમુખું પાણી
Play Video

ગુજરાતની રાજનીતિના મોટા સમાચાર; ચૂંટણી પહેલાં જ કોંગ્રેસને મોટો ઝટકો: ગેનીબેન ઠાકોરના ગઢમાં ગાબડું, ભાજપમાં જોડાયા વાવ-થરાદના કોંગ્રેસના મોટા નેતાઓ

ગુજરાતની રાજનીતિના મોટા સમાચાર; ચૂંટણી પહેલાં જ કોંગ્રેસને મોટો ઝટકો

"મારી કે મુહિસની ઉપર કંઈ પણ થયું તો જવાબદાર મારો પરિવાર": રાજુલાની નેહાનો ચોંકાવનારો વીડિયો વાયરલ

"મારી કે મુહિસની ઉપર કંઈ પણ થયું તો જવાબદાર મારો પરિવાર"
Play Video

સુરેન્દ્રનગર હાઇવે પર વહેલી સવારે કાળમુખો અકસ્માત: 2 ના કરુણ મોત, 4 ઇજાગ્રસ્ત!

સુરેન્દ્રનગર હાઇવે પર વહેલી સવારે કાળમુખો અકસ્માત

Earthquake; શું જાપાન જેવી થશે ગુજરાતની હાલત?: કેમ વારંવાર ધ્રૂજી રહી છે ધરા? જાણો ગુજરાતના કયા જિલ્લાઓમાં છે ભૂંકપનું સૌથી વધુ જોખમ

Earthquake; શું જાપાન જેવી થશે ગુજરાતની હાલત?

છોટાઉદેપુર કેન્સર હોસ્પિટલના દરવાજે તાંત્રિક વિધિ: મૃતકનો 'જીવ લેવા' મંત્રોચ્ચાર અને અગ્નિ પ્રગટાવાતા ભારે ફાળ!

છોટાઉદેપુર કેન્સર હોસ્પિટલના દરવાજે તાંત્રિક વિધિ

યોગ ગુરુ પ્રદીપ ક્યાંથી નકલી નોટ છાપતાં શીખ્યો?: સુરત નકલી નોટ કૌભાંડ કેસમાં મોટો વળાંક

યોગ ગુરુ પ્રદીપ ક્યાંથી નકલી નોટ છાપતાં શીખ્યો?

એક સાથે ત્રણ મુસીબતો આવશે, આ વખતે આવી બન્યું સમજો!: વરસાદ, વાવાઝોડા અને તોફાની પવનની અંબાલાલ પટેલની ખતરનાક આગાહી

એક સાથે ત્રણ મુસીબતો આવશે, આ વખતે આવી બન્યું સમજો!
Play Video

"લુખ્ખા તત્વોને પોલીસ 'હનુમાન' બનીને સીધા કરશે": વડોદરામાં હર્ષ સંઘવીની ગર્જના, 725 કરોડના વિકાસકાર્યોની ભેટ

"લુખ્ખા તત્વોને પોલીસ 'હનુમાન' બનીને સીધા કરશે"
Play Video

GPSC ઉમેદવારો માટે મોટા સમાચાર: વર્ષ 2023-24 ની વર્ગ 1 અને 2 ની ભરતીના ઇન્ટરવ્યૂની તારીખો જાહેર, જાણો ક્યારથી શરૂ થશે પ્રક્રિયા

GPSC ઉમેદવારો માટે મોટા સમાચાર
Play Video

ગુજરાતના માછીમારોની જીત: ડીઝલમાં ભાવ વધારો કેન્દ્ર સરકારે પાછો ખેંચ્યો, જૂના રાહત દરે જ મળશે જથ્થો

ગુજરાતના માછીમારોની જીત
Play Video

અમદાવાદ લિકર પરમિટ કૌભાંડ: રોગી કલ્યાણ સમિતિના નામે લાખોની ઉચાપત, નશાબંધી વિભાગના ક્લાર્ક સહિત 3 સામે ગુનો

અમદાવાદ લિકર પરમિટ કૌભાંડ

હર્ષ સંઘવીએ સંસ્કારી નગરીને આપી રૂ.511 કરોડના પ્રકલ્પોની ભેટ: અત્યાધુનિક 'નૂતન ચેરિટી ભવન' અને કમાન્ડ સેન્ટરનું લોકાર્પણ

હર્ષ સંઘવીએ સંસ્કારી નગરીને આપી રૂ.511 કરોડના પ્રકલ્પોની ભેટ