Home Gujarat Surat Textile Market Fagotsav Controversy Video Viral Fosta Reaction

સુરત ટેક્સટાઇલ માર્કેટમાં 'ફાગોત્સવ' વિવાદ : આઈટમ સોંગ પર ડાન્સ, ફોસ્ટા પ્રમુખે ગણાવ્યું નિંદનીય

સુરત ટેક્સટાઇલ માર્કેટમાં 'ફાગોત્સવ' વિવાદ
Play Video
Published by: OBS Bureau
Last Updated: Mar 03, 2026, 11:21 AM IST

સુરતના ટેક્સટાઇલ માર્કેટમાં ફાગોત્સવના નામે આયોજિત એક કાર્યક્રમ હવે વિવાદોમાં સપડાયો છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં કાર્યક્રમ દરમિયાન મહિલાઓ દ્વારા આઈટમ સોંગ પર ડાન્સ કરવામાં આવતો દેખાઈ રહ્યો છે, જેને લઈને ભારે ચર્ચા શરૂ થઈ છે.
વાયરલ વીડિયોમાં કપાળે ચંદન લગાવેલા કેટલાક વેપારીઓ ‘તૂ ચીઝ બડી હૈ મસ્ત મસ્ત’ ગીત પર ઠુમકા લગાવતા જોવા મળે છે. કાર્યક્રમ દરમિયાન બહારથી યુવતીઓને બોલાવી ડાન્સ કરાવવામાં આવ્યો હતો.

અશ્લીલ હરકતોના આક્ષેપ

વીડિયોમાં કેટલાક લોકો મહિલાઓ સાથે નાચતા-નાચતા અશોભનિય વર્તન કરતા હોવાના આક્ષેપો પણ થયા છે. ઘટનાને લઈને સમાજમાં વિવિધ પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે.

આ સમગ્ર ઘટનાને Federation of Surat Textile Traders Association (FOSTA)ના પ્રમુખે નિંદનીય ગણાવી છે. તેમણે જણાવ્યું કે ટેક્સટાઇલ માર્કેટની ઇમેજ ખરાબ થાય તેવી કોઈપણ પ્રવૃત્તિને સમર્થન આપી શકાય નહીં.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now