Home Gujarat Surat Still In Water Bomb Like Condition Even After 4 5 Days Of Torrential Rain

સુરતની વરસાદે 'સૂરત' બદલી : 4-5 દિવસ બાદ પણ જળબંબાકાર જેવી સ્થિતિ!, રોગચાળાની ભીતિ

સુરતની વરસાદે 'સૂરત' બદલી
Published by: OBS Bureau
Last Updated: Jun 28, 2025, 07:46 AM IST

સુરતમાં ધોધમાર વરસેલા વરસાદના પગલે ઠેર ઠેર પાણી ભરાયા હતા, ક્યાંક તો રીતસરના ટાપુ જેવા દર્શ્યો સર્જાયા છે. જળબંબાકાર જેવી સ્થિતિના પગલે હજુ સુધી કેટલાક વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાયેલા છે, તો ક્યાંક પાણી ઓસર્યા છે. જો કે, આ બધાની વચ્ચે રોગચાળો ફેલાવવાની ભીંતિ સેવાઈ રહી છે. જો કે, કેટલાક વિસ્તારોમાં તંત્ર પહોંચ્યું છે અને સફાઈ કામ હાથ ધર્યું છે.

ચાર-પાંચ દિવસ પછી પણ પાણી ઓસર્યા નથી!
ધોધમાર વરસેલા વરસાદે સુરતની સૂરત બગાડી છે. ચાર-પાંચ દિવસ થઈ ગયા છે પરંતુ નીચાણવાળા વિસ્તારોમાં હદુ સુધી પાણી ઓસર્યા નથી. અત્રે જણાવીએ કે, સણિયા હેમાદ અને સારોલી વિસ્તારમાં ટાપુ જેવી પરિસ્થિતિ સર્જાઈ છે.

પાણી ઓસર્યા ત્યાં સફાઈ કામગીરી
મીઠીખાડીના આસપાસના વિસ્તારમાં છેલ્લા ચાર દિવસથી પાણી ભરાયેલા હોવાથી લોકોની હાલાત કફોડી બની છે. બીજી તરફ વરસાદી પાણી ઓસરતા સુરત મહાનગર પાલિકા યુદ્ધના ધોરણે સફાઈ અભિયાન શરૂ કર્યું છે અને સાફ-સફાઈ બાદ આરોગ્ય વિભાગ દ્વારા દવા છંટકાવની કામગીરી હાથ ધરવામાં આવી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now