Home Gujarat Surat Sachin Gidc Chemical Company Fire Explosions Firefighters Operation

Surat Sachin GIDC માં કેમિકલ કંપનીમાં ભીષણ આગ : 30 થી વધુ વિસ્ફોટ, દૂરદૂર સુધી દેખાયો ધુમાડો

Surat Sachin GIDC માં કેમિકલ કંપનીમાં ભીષણ આગ
Play Video
Published by: OBS Bureau
Last Updated: Mar 12, 2026, 01:47 PM IST

Suratના Sachin GIDC વિસ્તારમાં આવેલી એક કેમિકલ કંપનીમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. આગ લાગતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

મળતી માહિતી મુજબ સચિનના હોજીવાલા કમ્પાઉન્ડ વિસ્તારમાં આવેલી નામાંકિત કેમિકલ કંપનીના ગોડાઉનમાં અચાનક આગ લાગી હતી. આગ લાગ્યા બાદ કંપનીમાં રાખેલા કેમિકલના ડ્રમોમાં એક પછી એક વિસ્ફોટ થતા પરિસ્થિતિ વધુ ગંભીર બની ગઈ હતી.

30થી વધુ વિસ્ફોટ

પ્રાથમિક માહિતી અનુસાર ઘટનાસ્થળે આશરે 30થી વધુ વિસ્ફોટ થયા હોવાની માહિતી સામે આવી રહી છે. વિસ્ફોટોના કારણે આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો.

ઘટનાની જાણ થતાં સુરત ફાયર વિભાગને તાત્કાલિક જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ સુરતના વિવિધ ફાયર સ્ટેશનોમાંથી ફાયર લશ્કરો ઘટનાસ્થળે પહોંચ્યા હતા.સુરત શહેરના ભેસ્તાન અને માન દરવાજા ફાયર સ્ટેશન સહિત નોટિફાઇડ એરિયાના ફાયર લશ્કરો આગ પર કાબૂ મેળવવા માટે સતત પાણીનો મારો ચલાવી રહ્યા છે.

આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા વધુ ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી રહી છે. હાલ ફાયર વિભાગ દ્વારા આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો ચાલુ છે.

સદનસીબે આ ઘટનામાં અત્યાર સુધી કોઈ જાનહાની થઈ હોવાની માહિતી સામે આવી નથી. જોકે આગ હજી સંપૂર્ણપણે કાબૂમાં આવી નથી અને ફાયર વિભાગ દ્વારા રેસ્ક્યુ તથા કૂલિંગની કામગીરી ચાલુ રાખવામાં આવી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now