સુરતમાં વહેલી સવારથી જ મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યાં છે. શહેર અને જિલ્લામાં ધોધમાર વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે. તો બીજી તરફ રસ્તાઓ પર પાણી ભરાતા જનજીવન પર તેની ભારે અસર દેખાઈ રહી છે. પાર્ક કરેલા વાહનો પણ ડૂબી જતાં લોકો ચિંતામાં મુકાયા છે. આજ વહેલી સવારથી વરસી રહેલા અવિરત વરસાદને પગલે કલેક્ટરે સવારની પાળીના બાળકો ઝડપથી ઘરે પહોંચે અને બપોર પાળીના બાળકોને રજા આપવા માટે સૂચન કર્યું છે...
સુરતમાં સવારથી જ ધોધમાર વરસાદ વરસતો હોવાથી વિદ્યાર્થીઓને મુશ્કેલી ન પડે તે માટે જિલ્લા કલેકટર દ્વારા શિક્ષણ અધિકારીને સ્કૂલોમાં રજા જાહેર કરવા સૂચના આપવામાં આવી છે.સવારની પાળીમાં બાળકોને રજા આપી અને ઘરે ઝડપથી પહોંચાડવાની સૂચના અપાઈ છે. તો બપોર પાળીમાં રજા જાહેર કરાઈ છે.
સુરતમાં 2 કલાકમાં 5 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે. સવારે 8:00થી 10 વાગ્યા સુધીમાં ધોધમાર વરસાદ પડ્યો છે. સુરતના તમામ વિસ્તારોના રસ્તાઓ નદીઓ બની ગયા છે. લોકો અને વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ઠેર-ઠેર રસ્તાઓ બંધ થવાના કારણે ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા છે.
અમદાવાદ માટે કોંગ્રેસનો 'માસ્ટર પ્લાન'!: સ્થાનિક ચૂંટણી માટે કોંગ્રેસે બહાર પાડ્યો મેનિફેસ્ટો, જાણો શું છે વાયદા






