Home Tech/Gadgets Surat News Three Students Build Ai Powered Futuristic Bike

સુરતના ત્રણ વિદ્યાર્થીઓએ બનાવ્યું AI બાઇક 'ગરુડા' : ભંગારની વસ્તુઓથી બનાવી ભવિષ્યની બાઈક, ડ્રાઇવરલેસ ટેક્નોલોજી તરફ પહેલ

સુરતના ત્રણ વિદ્યાર્થીઓએ બનાવ્યું AI બાઇક 'ગરુડા'
Published by: OBS Bureau
Last Updated: Aug 06, 2025, 07:16 AM IST

AI BIKE: સુરતના ત્રણ યુવા એન્જિનિયર્સે એવો કારનામો કર્યો છે કે જેને જોઈને દેશભરના ટેક્નોલોજી લવર્સ ગૌરવ અનુભવશે. ભગવાન મહાવીર યુનિવર્સિટીના મિકેનિકલ એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ શિવમ મૌર્ય, ગુરુપ્રીત અરોરા અને ગણેશ પાટીલએ 'ગરુડા' નામની એક ફ્યુચરિસ્ટિક AI બાઇક બનાવીને ગુજરાતના ટેક્નોલોજીકલ યાત્રામાં એક નવી સિદ્ધિ ઉમેરી છે.

બાઈકની ખાસિયતોઃ

ઈકો મોડ પર 220 KMની રેન્જ

સ્પોર્ટ મોડ પર 160 KMની રેન્જ

માત્ર 2 કલાકમાં ફૂલ ચાર્જ થશે બેટરી

નોર્મલ બાઈક કરતા હાઈસ્પીડ હશે બાઈક

'ગરુડા' બાઇકને બનાવવામાં લગભગ 1.80 લાખ રૂપિયાનો ખર્ચ થયો. 50% પાર્ટ્સ સ્ક્રેપમાંથી મેળવીને બાકી 50% જાતે બનાવવામાં આવ્યા છે. આ બાઇકનું વિશેષમસ્તક 'રાસબેરી પાય' છે, જે કમાન્ડ મળ્યા પછી પોતાની રીતે નિર્ણય લે છે અને કાર્ય કરે છે. બાઇકમાં વાઇફાઇ, ટચસ્ક્રીન ડિસ્પ્લે, જીપીએસ, બ્લૂટૂથ, મ્યુઝિક, ફોન કોલિંગ, વાયરલેસ મોબાઇલ ચાર્જિંગ, અને આગળ-પાછળ કેમેરા જેવા અદ્યતન ફીચર્સ છે.

સેફ્ટી ફિચર્સઃ

સેફ્ટીના હિસાબે, બાઇકમાં બે એડવાન્સ સેન્સર લગાવવામાં આવ્યા છે. જો કોઈ વાહન 12 ફૂટની રેન્જમાં આવે તો ગતિ ઓછી થઈ જાય છે અને 3 ફૂટની અંદર હોય તો આપમેળે સંપૂર્ણ રીતે સ્થિર થઈ જાય છે. "3 ફૂટ દૂર રોકાઈ જા" જેવો વોઇસ કમાન્ડ આપવાથી પણ બ્રેક મારવાની જરૂર રહેતી નથી.

આ બાઇક ઇકો મોડમાં 220 કિમી અને સ્પોર્ટ મોડમાં 160 કિમી સુધીની રેન્જ આપે છે. લિથિયમ બેટરી ફક્ત બે કલાકમાં સંપૂર્ણ ચાર્જ થઈ જાય છે, જે ઘણી બાઇક કરતાં ઝડપી છે. વિશેષજ્ઞો મુજબ 'ગરુડા' જેમ ભવિષ્યમાં સંપૂર્ણ ડ્રાઇવરલેસ બની જશે તેમ ગુજરાત જેવી રાજ્યોમાં ઓટોનોમસ બાઇક જોઈ શકાય તેવો સમય દૂર નથી. 'ગરુડા' એ માત્ર બાઇક નથી, પરંતુ ભારતના યુવાનોની વૈજ્ઞાનિક કલ્પનાશક્તિ અને 'વેસ્ટમાંથી બેસ્ટ'ના અમલનું ઉત્તમ ઉદાહરણ છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now