Home Gujarat Surat Municipal Commissioner Shalini Agarwal Transferred

સુરતના મ્યુ. કમિશનર શાલિની અગ્રવાલની બદલી : એમ. નાગરાજન SMC ના નવા કમિશનર, જાણો GUVNL ના MD કોને બનાવાયા

સુરતના મ્યુ. કમિશનર શાલિની અગ્રવાલની બદલી
Published by: OBS Bureau
Last Updated: Jan 22, 2026, 02:08 PM IST

Gandhinagar : ગુજરાત સરકાર દ્વારા વહીવટી તંત્રમાં ફેરફાર કરતા ત્રણ IAS અધિકારીઓની બદલી અને વધારાનો ચાર્જ સોંપયો છે. રાજ્ય સરકારે જાહેર કરેલા આદેશ મુજબ સુરત, વડોદરા અને અમદાવાદ સાથે સંકળાયેલી મહત્વની જવાબદારીઓમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

ત્રણ IAS અધિકારીઓની બદલી

હાલ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના મ્યુનિસિપલ કમિશનર તરીકે ફરજ બજાવતા IAS અધિકારી શાલિની અગ્રવાલને હવે વડોદરા ઉર્જા વિકાસ નિગમના મેનેજિંગ ડિરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેમના સ્થાને અમદાવાદ GSRTCના વાઈસ ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર તરીકે કાર્યરત IAS અધિકારી એમ. નાગરાજનને સુરત મ્યુનિસિપલ કમિશનરના પદનો ચાર્જ સોંપવામાં આવ્યો છે.

રાજેન્દ્ર કુમારને GSRTCનો ચાર્જ સોંપાયો

આ સાથે જ, એમ. નાગરાજન પાસેથી અમદાવાદ GSRTCના વાઈસ ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટરનો ચાર્જ હટાવી ગાંધીનગરમાં ટ્રાન્સપોર્ટ કમિશનર તરીકે સેવા આપી રહેલા IAS અધિકારી ડો. રાજેન્દ્ર કુમારને આ પદનો વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now