Home Gujarat Surat Lcb Fake Branded Cleaner Shampoo Raid

સુરતમાં નકલી બ્રાન્ડેડ શેમ્પૂ-ક્લીનર બનાવતી ફેક્ટરી ઝડપાઈ : ₹13.22 લાખનો મુદ્દામાલ જપ્ત

સુરત ગ્રામ્ય LCB દ્વારા જોળવા ગામે નકલી ટોયલેટ ક્લીનર-શેમ્પૂ બનાવતી ફેક્ટરી પર કાર્યવાહી
Published by: OBS Bureau
Last Updated: Jul 05, 2026, 04:04 PM IST

Surat News: સુરત ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB)એ નકલી બ્રાન્ડેડ પ્રોડક્ટ બનાવતા રેકેટનો પર્દાફાશ કરતાં પલસાણા પોલીસ સ્ટેશન હદના જોળવા ગામે આવેલી શિવ પેલેસ શોપિંગમાં દરોડો પાડ્યો હતો. કાર્યવાહીમાં પ્રતિષ્ઠિત કંપનીઓના નામે નકલી ટોયલેટ ક્લીનર, ફ્લોર ક્લીનર અને શેમ્પૂનું ઉત્પાદન કરીને બજારમાં વેચાણ કરનાર એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે.

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી જાણીતી કંપનીઓના ડુપ્લિકેટ સ્ટિકર અને પેકેજિંગનો ઉપયોગ કરીને નકલી પ્રોડક્ટ તૈયાર કરતો હતો અને તેને અસલી બ્રાન્ડના નામે બજારમાં વેચીને ગ્રાહકો સાથે છેતરપિંડી કરતો હતો.

દરોડા દરમિયાન પોલીસે સ્થળ પરથી નકલી બ્રાન્ડેડ પ્રોડક્ટ, પેકેજિંગ મટિરિયલ, સ્ટિકર, કાચો માલ અને ઉત્પાદન માટે ઉપયોગમાં લેવાતા સાધનો સહિત કુલ ₹13,22,436નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

પ્રાથમિક તપાસ બાદ પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ પૂછપરછ શરૂ કરી છે. આ નકલી બ્રાન્ડેડ માલના ઉત્પાદન અને સપ્લાય ચેઇનમાં અન્ય કોણ-કોણ સંડોવાયેલા છે તેમજ આ માલ કયા વિસ્તારોમાં સપ્લાય કરવામાં આવતો હતો તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે.

સુરત ગ્રામ્ય LCBની આ કાર્યવાહી બાદ નકલી બ્રાન્ડેડ માલનું ઉત્પાદન અને વેચાણ કરતા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે. પોલીસનું કહેવું છે કે ગ્રાહકોના આરોગ્ય અને વિશ્વાસ સાથે ચેડાં કરતા આવા ગેરકાયદેસર ધંધા સામે આગળ પણ કડક કાર્યવાહી ચાલુ રહેશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now