Home Gujarat Surat Hazira Amns Clash Shramjivi Sevalay Neshad Desai Press Conference

હજીરા AM/NS કંપની ઘર્ષણ મામલો : શ્રમજીવી સેવાલયની પત્રકાર પરિષદ, નૈષધ દેસાઈના ગંભીર આક્ષેપ

હજીરા AM/NS કંપની ઘર્ષણ મામલો
Play Video
Published by: OBS Bureau
Last Updated: Mar 03, 2026, 04:39 PM IST

સુરતના હજીરા વિસ્તારમાં આવેલી AMNS India કંપનીમાં તાજેતરમાં થયેલા ઘર્ષણનો મામલો હવે વધુ ચર્ચામાં આવ્યો છે. કામદારોના મુદ્દે શ્રમજીવી સેવાલય દ્વારા પત્રકાર પરિષદ યોજી મહત્વપૂર્ણ આક્ષેપો કરવામાં આવ્યા છે.

પત્રકાર પરિષદ દરમિયાન કોંગ્રેસના પૂર્વ શહેર પ્રમુખ નૈષધ દેસાઈએ પોલીસની કામગીરી પર સવાલો ઉઠાવ્યા હતા. તેમણે આક્ષેપ કર્યો કે "સમગ્ર ઘટનાક્રમમાં પોલીસની ભૂમિકા શંકાના દાયરામાં આવે છે અને યોગ્ય રીતે તપાસ હાથ ધરાઈ નથી."

હાઇકોર્ટનો દરવાજો ખખડાવવાની તૈયારી

શ્રમજીવી સેવાલયના પ્રતિનિધિઓએ જણાવ્યું કે કામદારોને ન્યાય ન મળે તો તેઓ થોડા દિવસોમાં હાઇકોર્ટનો રૂખ કરશે. સમગ્ર મામલે કાનૂની લડત લડવાની પણ તૈયારી દર્શાવવામાં આવી છે.

હજીરા સ્થિત ઉદ્યોગોમાં કામદારોના પ્રશ્નો અને સુરક્ષા મુદ્દાઓને લઈને અગાઉ પણ ચર્ચા થઈ ચૂકી છે. તાજેતરના ઘર્ષણ બાદ ફરી એકવાર કામદારોના હક્ક અને વ્યવસ્થાપનની ભૂમિકા અંગે પ્રશ્નો ઉઠ્યા છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now