Home Gujarat Surat Surat Fake Paneer Scam 1400 Kg Of Paneer Palm Oil Shocking Revelation In Report

સુરતીઓ આ સફેદ વસ્તુ ખાતા પહેલા સાવધાન! : લેબમાં સેમ્પલ થયા ફેલ, 25 દિવસ બાદ રિપોર્ટમાં થયો ચોંકાવનારો ખુલાસો

Surat Fake Paneer Scam
Published by: Nirali Gohil
Last Updated: Apr 02, 2026, 07:22 AM IST

Surat Fake Paneer Scam, 02 April 2026: સુરત શહેરમાં આરોગ્ય સાથે ચેડાં કરતા તત્વો સામે તંત્રએ લાલ આંખ કરી છે. સુરતના પાંડેસરા વિસ્તારમાં થોડા દિવસો પહેલા SOG (સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ) દ્વારા પાડવામાં આવેલી રેડમાં જપ્ત કરાયેલા શંકાસ્પદ પનીરનો રિપોર્ટ હવે સામે આવ્યો છે, જેમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. એફએસએલ અને લેબોરેટરી રિપોર્ટમાં આ પનીર 'ફેલ' જાહેર થયું છે. રિપોર્ટ અનુસાર, આ પનીરમાં કુદરતી ફેટની માત્રા અત્યંત ઓછી અને સ્વાસ્થ્ય માટે હાનિકારક ગણાતા પામ ઓઇલનું મોટાપાયે મિશ્રણ મળી આવ્યું છે.

આ ઘટનાની વિગત મુજબ, ગત 3 માર્ચના રોજ સુરત SOG અને મનપાના આરોગ્ય વિભાગે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને પાંડેસરાની ભીડભંજન સોસાયટીમાં દરોડા પાડ્યા હતા. આ દરોડા દરમિયાન અંદાજે 3 લાખ રૂપિયાથી વધુની કિંમતનો 1401 કિલો પનીરનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. સેમ્પલ લેવાના 25 દિવસ બાદ આજે રિપોર્ટ આવતા જ સુરતના ખાદ્ય બજારમાં ફફડાટ ફેલાયો છે. તંત્ર હવે આ નકલી પનીરના વિક્રેતા સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવાની તૈયારી કરી રહ્યું છે.

પામ ઓઇલ અને કેમિકલનું ભેળસેળ: સુરતીઓના સ્વાસ્થ્ય સાથે ખેલ

રેડ દરમિયાન પોલીસને માત્ર નકલી પનીર જ નહીં, પરંતુ ભેળસેળ કરવા માટે વપરાતા પામોલીન તેલના 16 ડબ્બા પણ મળી આવ્યા હતા. સામાન્ય રીતે પનીર દૂધમાંથી બનાવવામાં આવે છે, પરંતુ વધુ નફો કમાવવાની લાલચે વેપારીઓ દૂધના ફેટ કાઢી લઈને તેમાં સસ્તું પામ ઓઇલ ભેળવી દેતા હોય છે. આ પ્રકારનું 'નકલી પનીર' દેખાવમાં અસલી જેવું જ લાગે છે, પરંતુ લાંબા ગાળે તે હૃદયની બીમારીઓ અને પાચનતંત્રની ગંભીર સમસ્યાઓ નોંતરે છે.

આ પણ વાંચો: ગુજરાત સ્થાપના દિને ડાયમંડ સીટીમાં ઉમટી પડશે રોકાણકારોનો જમાવડો : જાણો સુરતમાં કયા મોટા આયોજનની ચાલે છે તૈયારીઓ

25 દિવસ બાદ રિપોર્ટ ફેલ, તંત્ર એક્શન મોડમાં

જ્યારે ગત મહિને દરોડા પાડવામાં આવ્યા હતા, ત્યારે શંકાસ્પદ જથ્થાના સેમ્પલ લઈને લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા. 25 દિવસની લાંબી રાહ બાદ આજે જ્યારે રિપોર્ટ આવ્યો ત્યારે તે 'સબ-સ્ટાન્ડર્ડ' અને ભેળસેળયુક્ત જાહેર થયો છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગે જણાવ્યું છે કે, લોકોના જીવ જોખમમાં મૂકનારા આ પનીર વિક્રેતા સામે ગુનો નોંધવાની પ્રક્રિયા તેજ કરી દેવામાં આવી છે. આગામી દિવસોમાં સુરતના અન્ય વિસ્તારોમાં પણ ડેરી પ્રોડક્ટ્સ પર કડક તપાસ હાથ ધરવામાં આવશે.

કેવી રીતે ઓળખશો નકલી પનીર?

ગ્રાહકોએ પનીર ખરીદતી વખતે ખાસ સાવચેતી રાખવી જોઈએ. જો પનીરને હાથમાં મસળવાથી તે ભૂકો થઈ જાય અથવા તેમાંથી તેલ જેવી ચીકાશ વધુ નીકળે, તો તે પામ ઓઇલયુક્ત હોઈ શકે છે. આ ઉપરાંત, પનીરને ગરમ પાણીમાં નાખીને તેમાં આયોડિનના ટીપાં નાખવાથી જો તે વાદળી

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now