Surat Digital Arrest: સુરત સાયબર ક્રાઇમ સેલ પોલીસે ડિજિટલ એરેસ્ટમાં ત્રણ આરોપીઓને પકડી પાડ્યા છે. પોલીસે રાજુ ભીખા પરમાર, કિશન દિગંબર પટેલ અને પરમવીરસિંહ ઉર્ફે આસુ ટાંકને ભાવનગર ખાતેથી ધરપકડ કરી હતી. પકડાયેલ આરોપી રાજુએ પૈસા કમાવા માટે પોતાનું એકાઉન્ટ કિશનને ભાડે આપ્યું હોવાનું પ્રકાશમાં આવ્યુ હતુ. કિશને પણ પૈસા કમાવા માટે પોતાનું અને રાજુનું એકાઉન્ટ પરમવીરસિંહને ભાડે આપ્યું હતું. પોલીસે આ મામલે હવે વધુ તપાસ હાથ ધરી છે.
આરોપીઓને ઝડપી આગળની કાર્યવાહી હાથ ધર
પોલીસે આરોપીઓ પાસેથી વિવિધ બેંકના 15 ડેબિટ કાર્ડ, 4 બેંકની પાસબુક અને 11 બેંકની ચેકબુક જપ્ત કરી છે. આમ કુલ રૂપિયા એક લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આરોપીઓ વિરુદ્ધ આખા દેશમાં કુલ 40 ડિજિટલ એરેસ્ટના ગુન્હાઓ નોંધવામાં આવ્યા છે. આરોપીઓએ સુરતના સિનિયર સિટીઝનને બે દિવસ સુધી ડિજિટલ એરેસ્ટમાં ફસાવી રૂપિયા 16 લાખ 65 હજાર પડાવી લીધા હતા. હાલ તમામ આરોપીઓને ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ડિજિટલ એરેસ્ટ કઈ રીતે થાય છે?
ડિજિટલ એરેસ્ટ એટલે સાયબર ગુનો. જેમાં કોઇ વ્યક્તિ અન્ય વ્યક્તિને સોશિયલ મીડિયાના માધ્યમથી જાણીને કેદ કરે છે. અને તેને પરેશાન કરે છે. માનસિક હેરાનગતિ ડિજિટલ એરેસ્ટનો મુખ્ય ભાગ છે. ભારતમાં ડિજિટલ એરેસ્ટના કેસ વધી રહ્યા છે. સોશિયલ મીડિયાના વધારે પડતા ચલણના કારણે આ ગુનાઓમાં વધારો થઇ રહ્યો છે.






