Home Gujarat Surat Congress Nsui Protest Over Flood

''ઢાંકણીમાં પાણી લઈ ડૂબી મરો'' : સુરતમાં ખાડીપૂર મામલે કોંગ્રેસ, NSUIનો ઉગ્ર વિરોધ

''ઢાંકણીમાં પાણી લઈ ડૂબી મરો''
Published by: OBS Bureau
Last Updated: Jun 30, 2025, 06:30 AM IST

સુરતમાં ખાડીપૂર બાદ રાજકારણ ગરમાયું છે. ખાડીપુરની પરિસ્થિતિ બાદ મનપાની પહેલીવાર સામાન્ય સભા મળી હતી. જેમાં કોંગ્રેસે, NSUIએ વિરોધ નોંધાવ્યો. કોંગ્રેસના કાર્યકર્તાઓએ ''ઢાંકણીમાં પાણી લઈ ડૂબી મરો''ના નારા લગાવી પોતાનો મનપાના સત્તાધીશો સામે રોષ ઠાલવ્યો હતો.

''ઢાંકણીમાં પાણી લઈ ડૂબી મરો''

કોંગ્રેસ, NSUIના કાર્યકર્તાએ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની કચેરી આગળ ખાડીપૂર મામલે વિરોધ નોંધાવી સત્તાપક્ષ સામે ઉગ્ર સુત્રોચાર કર્યા હતા. NSUI કાર્યકરોએ કહ્યું હતું કે, ''ખાડીપૂર રોકાતું નથી અને તેમે વિસાવદરને પેરીસ બનાવશો?, વધુમાં ''ઢાંકણીમાં પાણી લઈ ડૂબી મરો''ના નારા લગાવ્યા હતા. જો કે, આ ઉગ્ર વિરોધ મામલે સુરત કોર્પોરેશનનું રાજકારણ ગરમાયું હતું.

કોંગ્રેસ, NSUIના કાર્યકર્તાની પોલીસે અટકાયત

SMC કચેરી આગળ વિરોધ નોંધાવી રહેલા કોંગ્રેસ અને NSUIના કાર્યકર્તાની પોલીસે અટકાયત કરી હતી. અત્રે જણાવીએ કે, સુરતમાં ખાડીપૂરના કારણે કેટલાક વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા હતા.


joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now