Home Gujarat Supreme Court Releases Data Of Judges Property And Assets In Order To Gain More Transparancy In Judiciary System

મધરાત્રે જાહેર થઇ વિગતો! : સુપ્રીમકોર્ટે પોતાના 21 જજોની સંપત્તિઓની વિગતો કરી જાહેર, હજી પણ આટલા જજોની વિગતો બાકી!

મધરાત્રે જાહેર થઇ વિગતો!
Published by: OBS Bureau
Last Updated: May 06, 2025, 03:30 AM IST

સુપ્રીમકોર્ટે તમામ હાઇકોર્ટ અને સુપ્રીમકોર્ટના જજોને પોતાની સંપત્તિ જાહેર કરવા આદેશ કર્યો હતો. જે બાદ પાંચમી છઠ્ઠી મેની મધરાત્રે સુપ્રીમકોર્ટે  તેના કુલ 33 સેવારત ન્યાયાધીશોમાંથી 21ની સંપત્તિ જાહેર કરી. આ માહિતી 13 મેના રોજ ભારતના મુખ્ય ન્યાયાધીશ સંજીવ ખન્નાના નિવૃત્તિના થોડા દિવસો પહેલા જાહેર કરવામાં આવ્યું છે. સુપ્રીમ કોર્ટના કોલેજિયમના પાંચેય ન્યાયાધીશોએ તેમની સંપત્તિ વેબસાઇટ પર પ્રકાશિત કરી છે.
એટલું જ નહીં, કોલેજિયમ સિસ્ટમ સામે ઉઠી રહેલા સવાલો અને ખાલી પડેલી જજોના પદને લઇને અનેક સમયથી સવાલ ઉઠી રહ્યાં હતા. જેને જોતાં સુપ્રીમ કોર્ટે હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં નિમણૂકોની સંપૂર્ણ પ્રક્રિયા પણ જાહેર કરી છે .જેમાં હાઇકોર્ટ કોલેજિયમને સોંપવામાં આવેલી ભૂમિકા, રાજ્ય સરકારો, ભારત સરકાર તરફથી મળેલી ભૂમિકા અને સુપ્રીમ કોર્ટ કોલેજિયમ દ્વારા અપાયેલા સૂચનોનો સમાવેશ થાય છે. લોકો કોલેજિયમ વ્યવસ્થાને સમજી શકે તે માટે આખી નિમણૂક પ્રક્રિયાની માહિતી વેબસાઇટ પર મુકી છે.

સુપ્રીમ કોર્ટમાં સેવારત 2 મહિલા ન્યાયાધીશોમાંથી, જસ્ટિસ બેલા એમ. ત્રિવેદીએ તેમની સંપત્તિ પ્રકાશિત કરી છે જ્યારે જસ્ટિસ બી.વી. નાગરત્નાની સંપત્તિની માહિતી હજુ સુધી અપલોડ કરવામાં આવી નથી. ન્યાયાધીશ પી.એસ. નરસિંહા અને કે.વી. વિશ્વનાથનની સંપત્તિ જાહેર કરાઇ છે.  બંનેને બારમાંથી સીધા જ સુપ્રીમ કોર્ટ બેન્ચમાં બઢતી આપવામાં આવી છે.
ન્યાયાધીશ નાગરત્ના ઉપરાંત, ન્યાયાધીશ જે.કે. મહેશ્વરી, દીપાંકર દત્તા, અહસાનુદ્દીન અમાનુલ્લાહ, મનોજ મિશ્રા, અરવિંદ કુમાર, પી.કે. મિશ્રા, એસ.સી. શર્મા, પી.બી. વરાલે, એન. કોટિશવર સિંહ, આર. મહાદેવન, જોયમલ્યા બાગચીની સંપત્તિ જાહેર જનતા માટે સાઇટ પર અપલોડ કરવામાં આવી નથી.
9 નવેમ્બર, 2022 થી 5 મે, 2025ના સમયગાળા દરમિયાન હાઇકોર્ટના ન્યાયાધીશો તરીકે નિમણૂકો માટે સુપ્રીમ કોર્ટ કોલેજિયમ દ્વારા મંજૂર કરાયેલા પ્રસ્તાવો, જેમાં નામો, હાઇકોર્ટ, સુપ્રીમ કોર્ટ કોલેજિયમ દ્વારા ભલામણની તારીખ, ન્યાય વિભાગ દ્વારા સૂચનાની તારીખ, નિમણૂકની તારીખ, વિશેષ શ્રેણી (SC/ST/OBC/લઘુમતી/મહિલા), અને ઉમેદવાર કોઈપણ વર્તમાન અથવા નિવૃત્ત હાઇકોર્ટ/સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ સાથે સંબંધિત છે કે કેમ તે સહિત, સુપ્રીમ કોર્ટની વેબસાઇટ પર પણ અપલોડ કરવામાં આવ્યા છે.
સુપ્રીમ કોર્ટની ફુલ કોર્ટે 1 એપ્રિલ, 2025ના રોજ નિર્ણય લીધો હતો કે કોર્ટના ન્યાયાધીશોની સંપત્તિનું નિવેદન તેની વેબસાઇટ પર અપલોડ કરીને જાહેર ડોમેનમાં મૂકવામાં આવે. પહેલાથી જ પ્રાપ્ત થયેલા ન્યાયાધીશોની સંપત્તિના નિવેદનો અપલોડ કરવામાં આવી રહ્યા છે. અન્ય ન્યાયાધીશોની સંપત્તિનું નિવેદન વર્તમાન સંપત્તિનું નિવેદન પ્રાપ્ત થાય ત્યારે અપલોડ કરવામાં આવશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
મારી પત્નીના પૂર્વ ગૃહમંત્રી સાથે અનૈતિક સંબંધો...!!
Offbeat Exclusive: PMOમાં ફરિયાદ બાદ ધમેન્દ્ર હેરમાની હકાલપટ્ટી
વડોદરા 'કલાનગરી' માંથી બની 'મચ્છરનગરી'
કચ્છની રાજનીતિમાં ચૂંટણી પહેલાં મોટો ઉલટફેર
હે ભગવાન! રાજકોટમાં આવી કરુણાંતિકા