Home International Supreme Court Issues Directions To Central And State Governments On Hate Speech

સુપ્રીમકોર્ટનો કેન્દ્ર અને રાજ્ય સરકારોને નિર્દેશ : હેટ સ્પીચ પર પર કડકાઈ પૂર્વક નિયંત્રણ લગાવો

સુપ્રીમકોર્ટનો કેન્દ્ર અને રાજ્ય સરકારોને નિર્દેશ
Published by: OBS Bureau
Last Updated: Jul 14, 2025, 12:17 PM IST

સુપ્રીમ કોર્ટે સોશિયલ મીડિયા પર ફેલાતા નફરતભર્યા ભાષણો પર ચિંતા વ્યક્ત કરી છે. કોર્ટે કહ્યું છે કે આજકાલ લોકો 'અભિવ્યક્તિની સ્વતંત્રતા'ના નામે દરેક વસ્તુને ન્યાયી ઠેરવવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ એકદમ ખતરનાક છે.
આ ટિપ્પણી જસ્ટિસ બી.વી. નાગરત્ના અને જસ્ટિસ ઓગસ્ટિન જ્યોર્જ ફ્રાન્સિસ વિશ્વનાથનની બેન્ચે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર શર્મિષ્ઠા પાનોલી વિરુદ્ધ વજાહત ખાન નામની વ્યક્તિ દ્વારા દાખલ કરાયેલી અરજીની સુનાવણી દરમિયાન કરી હતી.

બેન્ચે કહ્યું કે દ્વેષપૂર્ણ ભાષણ સામે કાર્યવાહી જરૂરી છે, પરંતુ એ પણ સુનિશ્ચિત કરવાની જરૂર પડશે કે કોઈની વાણી સ્વતંત્રતા દબાવવામાં ન આવે. લોકોએ અભિવ્યક્તિના અધિકારનું મહત્વ પણ સમજવું જોઈએ. આ અધિકાર અમૂલ્ય છે.
'નફરત ફેલાવતી સામગ્રી પર અંકુશ હોવો જોઈએ, પરંતુ અભિવ્યક્તિની સ્વતંત્રતા જળવાઈ રહેવી જોઈએ', નફરતભર્યા ભાષણ પર કેન્દ્ર અને રાજ્યોને સુપ્રીમ કોર્ટે સૂચના આપી છે કે તેઓ હેટ સ્પીચ પર કડક નિયંત્રણ લગાવે. પરંતુ અભિવ્યક્તિની સ્વતંત્રતાનું સન્માન થાય તે સુનિશ્ચિત કરવા પણ કહ્યું છે. કોર્ટે અભિવ્યક્તિની સ્વતંત્રતાને અમૂલ્ય ગણાવી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
ઇરાન-અમેરિકા યુદ્ધમાં નવો વળાંક?
PM મોદીએ સાઉદીના ક્રાઉન પ્રિન્સ સાથે કરી વાત
યુદ્ધ વચ્ચે રાહતના સમાચાર
અબુ ધાબીમાં મિસાઈલ હુમલો
Play Video
ઈરાન-હિઝબુલ્લાહ બાદ હવે યમનની એન્ટ્રી
Play Video