આમ આદમી પાર્ટીમાં થોડા સમય પહેલા બોટાદાના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ આમ આદમી પાર્ટીના તમામ પદ પરથી રાજીનામું ધરી દીધું હતું. હજી તેને થોડા દિવસ થયા છે, ત્યારે વધુ એક ધારાસભ્યની નારાજગી સામે આવી છે. ગારિયાધારના ધારાસભ્ય સુધીર વાઘાણી કેજરીવાલની ઉપસ્થિતિમાં ગેરહાજર જોવા મળ્યા હતા. આ ઉપરાંત પોસ્ટરમાં તેમનો ફોટો પણ ગાયબ જોવા મળ્યો હતો. આ ઘટના બાદ ફરી આપમાં નારજગીનો દોર ચાલી રહ્યો હયો તેવું જોવા મળી રહ્યું છે.
શું કહ્યું ઈસુદાન ગઢવીએ??
આપના ગુજરાત પ્રમુખ ઈસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે, સુધીર વાઘાણી આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા છે. તેમને સુરતમાં અગત્યનું કામ હોવાથી સભામાં હાજર રહ્યા ન હતા. તેઓ સતત ગારીયાધારની જનતાના પ્રશ્નો ઉઢાવી રહ્યા છે.
કેજરીવાલે સદસ્યતા અભિયાનનો પ્રારંભ કરાવ્યો
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હી પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે મોટી સંખ્યામાં હાજર આમ આદમી પાર્ટીના પદાધિકારીઓ સામે પોતાના વિચારો રજૂ કરતા કહ્યું કે, સૌથી પહેલા હું આમ આદમી પાર્ટીના દરેક સિપાહીને વિસાવદરની જીત માટે અભિનંદન આપું છું.






