ગુજરાત રાજ્યમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન તેમજ રાજસ્થાન-મધ્યપ્રદેશ તરફ સક્રિય થયેલી સિસ્ટમના કારણે આજે રાજ્યભરમાં સર્વત્ર વરસાદ થવાની હવામાન વિભાગે આગાહી કરી છે. કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદ પડવાની સંભાવના છે.
વધુ વરસાદ કયાં પડશે?
હવામાન વિભાગના અનુમાન મુજબ આજે નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, અમરેલી અને ભાવનગર જિલ્લાઓમાં અતિભારે વરસાદ પડશે.
જ્યારે અરવલ્લી, મહીસાગર, દાહોદ, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમદાવાદ, ગાંધીનગર, દીવ, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, ખેડા, આણંદ જિલ્લામાં હળવો વરસાદ થવાની શક્યતા છે.
રાજ્યના અન્ય વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ પડવાની આગાહી છે.
ભરૂચના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ
ભરૂચના જંબુસર પાચકડા સહિતના ગામોમાં મોડી રાત્રે મેઘરાજા મેહરબાન થયા હતા. ગ્રામ્ય વિસ્તારમાં પાણી ભરાતા ખેડૂતોમાં ઉત્સાહ જોવા મળ્યો છે, કારણ કે ખેતીલાયક વરસાદ વરસતા ખેડૂતોનો ચહેરો ખીલી ઉઠ્યો છે.
મહારાષ્ટ્રમાં પણ વરસાદનો કહેર
મહારાષ્ટ્રના કોલ્હાપુર, પુણે, રાયગઢ, સાંગલી, સતારા અને ઠાણે જિલ્લામાં આગામી 24 કલાકમાં મુશળધાર વરસાદ પડવાની આગાહી છે. હવામાન વિભાગે આ વિસ્તારોમાં હાઈ એલર્ટ જાહેર કર્યો છે.
વિશેષરૂપે ઉલ્લેખનીય છે કે ચોમાસું આ વર્ષે સામાન્ય કરતાં 12 દિવસ વહેલું એટલે કે 25 મેના રોજ રાજયમાં પ્રવેશી ગયું છે.
'ગુજરાતનું અપમાન સહન નહીં થાય': મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મલ્લિકાર્જુન ખડગે સામે આકરા પ્રહાર





