Home Gujarat Stray Cattle Plague In Narmada District

નર્મદા જિલ્લામાં રખડતા ઢોરનો ત્રાસ : રસ્તા વચ્ચે રખડતા ઢોરના કારણે રહીશોને હાલાકી

નર્મદા જિલ્લામાં રખડતા ઢોરનો ત્રાસ
Published by: OBS Bureau
Last Updated: Aug 11, 2025, 07:48 AM IST

નર્મદા જિલ્લાની એક માત્ર રાજપીપલા નગરપાલિકાના વિસ્તારમાં રખડતા ઢોર નો ત્રાસ વધી ગયો છે. જેના કારણે રહીશોને અને વાહન ચાલકોને હાલાકી પડી રહી છે.

રસ્તા વચ્ચે રખડતા ઢોરના કારણે રહીશોને હાલાકી

રાજપીપલામાં આવેલ નગરપાલિકા વિસ્તારમાં રખડતા ઢોરનો ત્રાસ વધી ગયો છે.રાજપીપલા સ્ટેશન રોડ વિસ્તાર, દરબાર રોડ વિસ્તાર, સંતોષ ચાર રસ્તા અને બીજા એવા ઘણા વિસ્તારો છે, જ્યાં ગાય અને અખલા રસ્તા પર રખડતા જોવા મળતા હોય છે.આ ઢોર રસ્તા પર બેઠા હોય ત્યારે વાહનચાલકોને રસ્તો બદલીને જવું પડતું હોય છે.રસ્તાની વચ્ચે જ ઢોર ફરતા હોઈ છે, તેને પણ હટાવવામાં નથી આવતા. જેથી ગ્રામજનોને ખૂબ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

બે દિવસ પહેલા તો લીમડાચોક વિસ્તારમાં બે આખલા વચ્ચે લડાઈ થઈ હતી.જોકે ત્યાં રહેતા રહીશો દ્વારા પાણી છાંટીને આખલા યુદ્ધ બંધ થાય તેવા પ્રયત્નો કર્યા હતા, પણ કોઈ પરિણામ ન આવ્યું. લોકોની માંગ છે કે, આ રખડતા જાનવરોને રાજપીપલા નગરપાલિકા દ્વારા પકડવામાં આવે અને કોઈ દૂર જગ્યાએ છોડી દેવામાં આવે ત્યારે જ આ રખડતા ઢોર થી ગ્રામજનોને છુટકારો મળી શકે છે.

નગરપાલિકાના ઉપપ્રમુખે શું કહ્યું??

રાજપીપલા નગરપાલિકાના ઉપપ્રમુખ ગિરિરાજસિંહ ખેરે જણાવ્યું હતું કે, અમે નક્કર પ્લાન બનાવ્યો છે. હવે ટુક સમયમાં અમલમાં પણ મૂકશું. પહેલા પણ રાજપીપલા શહેર માંથી આવા ઢોર પકડીને ઢોર ડબ્બામાં પૂર્યા પણ હતા, પણ આ જાનવરોને તેમના માલિકો છોડાવી ગયા હતા પણ હવે આ ઢોર પકડાશે તો માલિકોને દંડ પણ ફટકારવાનો નિર્ણય કર્યો છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now