આજના દિવસ વડનગર શહેર માટે વિશેષ રહ્યો છે, કારણ કે અહીં રાજ્યકક્ષાના 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભવ્ય ઉજવણી થઈ રહી છે. વડનગરના ઐતિહાસિક માહોલમાં આયોજિત આ યોગ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિ રહી હતી.
#WATCH वडनगर, गुजरात: गुजरात के मुख्यमंत्री भूपेन्द्र पटेल 11वें अंतर्राष्ट्रीय योग दिवस 2025 पर आयोजित कार्यक्रम में शामिल हुए। pic.twitter.com/tMHBalBFSy
— ANI_HindiNews (@AHindinews) June 21, 2025
તેમની સાથે રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના મંત્રી ઋષિકેશ પટેલ તથા અન્ય અનેક રાજ્યસ્તરના મહાનુભાવોએ યોગાસનો દ્વારા યોગના મહત્ત્વનું સંદેશ આપ્યો.
આ પ્રસંગે મુખ્યમંત્રીએ યોગના સામાજિક અને માનસિક લાભો અંગે વિસ્તૃત રીતે વાત કરી અને યોગને જીવનશૈલીમાં સામેલ કરવાનો આગ્રહ પણ વ્યક્ત કર્યો. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો, વિદ્યાર્થીઓ અને યોગાભ્યાસીઓએ પણ ઉત્સાહભેર ભાગ લીધો.





