અમદાવાદ ગ્રામ્ય એસ.ઓ.જીને બાતમી મળી હતી કે, હિતુ મંડલ ચાંગોદર કેનાલ પાસે સરસ્વતીનગરમાં શીવમ ક્લીનીક નામના દવાખાનામાં ર્ડાક્ટર તરીકેની એલોપેથીક માન્યતા પ્રાપ્ત ડીગ્રી વગર એલોપેથીક તબીબીની પ્રેક્ટીસ કરે છે. જેથી SOGએ ટીમ બનાવી બાતમી વાળા સ્થળે રેડ કરતા શીવમ ક્લીનીક લખેલ દવાખાનુ ચાલુ હાલતમાં હતું. આ રેડ દરમ્યાન બોગસ ડોક્ટર હિતુ હરીપદને SOGએ ઝડપી લીધો હતો.
ચાંગોદરમાંથી બોગસ ડૉકટર ઝડપાયો
આરોગ્ય ટિમ સાથે પોલીસે પકડાયેલ હિતુ હરીપદ મંડલ પાસે મેડીકલ ડીગ્રી કે એલોપેથીક દવાઓ રાખવા બાબતે કોઇ લાઈસન્સ ન હતું. ગેરકાયદેસર એલોપેથીક દવાઓ પણ રાખતો હતો. બોગસ ડૉકટર હિતુ હરીપદ ધો. 12 સુધી અભ્યાસ કર્યો છે. આ બોગસ ડૉકટર મૂળ પશ્ચિમ બંગાળનો છે અને હાલ ચાંગોદરમાં રહે છે.
'ગુજરાતનું અપમાન સહન નહીં થાય': મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મલ્લિકાર્જુન ખડગે સામે આકરા પ્રહાર






