Home Tech/Gadgets So Know The Symptoms Of Mobile Hacking And Ways To Avoid It

શું તમારો મોબાઈલ હેક થયો છે? : તો જાણો મોબાઈલ હેક થવાના લક્ષણો અને તેનાથી બચવા માટેના ઉપાયો

શું તમારો મોબાઈલ હેક થયો છે?
Published by: OBS Bureau
Last Updated: Feb 08, 2026, 09:44 AM IST

Mobile Spyware Threat: આજના ડિજિટલ યુગમાં સાયબર ફ્રોડ અને હેકિંગની ઘટનાઓ વધી રહી છે. પોલીસની સાયબર ક્રાઈમ બ્રાન્ચ કાર્યરત છે, પરંતુ નાગરિકોએ પણ પોતાની ડિજિટલ સુરક્ષા માટે જાગૃત રહેવું જરૂરી છે. સ્પાયવેર જેવા અદૃશ્ય જાસૂસ તમારા મોબાઈલમાં ઘૂસીને અંગત માહિતી ચોરી કરી શકે છે. આ લેખમાં જાણીએ કે મોબાઈલ હેક થયાની ખબર કેવી રીતે પડે અને તેનાથી કેવી રીતે બચવું. ઓનલાઈન છેતરપિંડીના કિસ્સામાં સાયબર ક્રાઈમ હેલ્પલાઈન 1930 અથવા www.cybercrime.gov.in પર ફરિયાદ કરી શકાય છે.

શું છે સ્પાયવેર

સ્પાયવેર એક જોખમી સોફ્ટવેર છે જે યુજર્સની જાણ બહાર મોબાઈલ કે કોમ્પ્યુટરમાં ઇન્સ્ટોલ થાય છે. તે તમારી ઈન્ટરનેટ ગતિવિધિ, કીબોર્ડ ટેક્સ્ટ (પાસવર્ડ સહિત), લાઈવ લોકેશન, સોશિયલ મીડિયા માહિતી અને બેંક વિગતો ચોરી કરી શકે છે. તેના પ્રકારોમાં એડવેર, ટ્રોજન, ટ્રેકિંગ કૂકીઝ અને સિસ્ટમ મોનિટરનો સમાવેશ થાય છે. આવા સ્પાયવેરથી વ્યક્તિગત ગોપનીયતા જોખમાય છે અને આર્થિક નુકસાન પણ થઈ શકે છે. સાયબર તજ્જ્ઞો ‘Anti Spy Detector’ અને ‘M-Kavach 2’ જેવી એપ્સનો ઉપયોગ કરવાની સલાહ આપે છે.

કેવી રીતે ખબર પડે કે ફોન હેક થયો છે?

  • ફોનનું સામાન્ય કરતાં વધુ ગરમ થવું.

  • બેટરી ઝડપથી ઊતરી જવી.

  • કોલ દરમિયાન વિચિત્ર અવાજો સંભળાવા.

  • ફોન અચાનક રિ-સ્ટાર્ટ (Restart) થવો.

  • અજાણ્યા અને વિચિત્ર લખાણવાળા મેસેજ આવવા.

  • ડેટાનો વપરાશ અચાનક વધી જવો.

  • વારંવાર પોપ-અપ વિન્ડોઝ ખૂલવી.

  • એપ્લિકેશન્સ આપમેળે ઇન્સ્ટોલ કે ડિલીટ થવી.

ડિજિટલ સુરક્ષા માટે અપનાવો આ નિયમો

  • સ્પાયવેરથી બચવા માટે ઑથેન્ટિક એન્ટિ-સ્પાયવેર સોફ્ટવેર વાપરો અને તેને અપડેટ રાખો.

  • અજાણી લિંક્સ, શોર્ટ URL અથવા શંકાસ્પદ જાહેરાતો પર ક્લિક ન કરો.

  • દર છ મહિને ફોનને ફેક્ટરી રિસેટ કરો.

  • એપ્સ માત્ર પ્લે સ્ટોર અથવા એપ સ્ટોરથી જ ડાઉનલોડ કરો.

  • ટુ-ફેક્ટર ઓથેન્ટિકેશન સક્રિય કરો અને બિનજરૂરી બ્લૂટૂથ, વાઇફાઇ અથવા ડેટા ચાલુ ન રાખો.

  • આ નિયમો અપનાવીને તમે તમારી ડિજિટલ સુરક્ષાને મજબૂત કરી શકો છો.

સાયબર ક્રાઈમ હેલ્પલાઈન અને જાગૃતિ

કોઈ પણ હેકિંગ અથવા ઓનલાઈન છેતરપિંડીના કિસ્સામાં તાત્કાલિક 1930 પર કોલ કરો અથવા www.cybercrime.gov.in પર ફરિયાદ નોંધાવો. જાગૃતિ અને સાવચેતી જ ડિજિટલ જગતમાં સુરક્ષાનું કવચ છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
1 એપ્રિલથી બદલાઈ જશે ઓનલાઈન પેમેન્ટની રીત!
WhatsAppમાં આવશે નવું ધમાકેદાર ફીચર
YouTube Premium હવે 2 મહિના માટે બિલકુલ ફ્રી!
15,000 ના બજેટમાં Redmi, Realme અને Poco ના 5G ફોનમાંથી કયો બેસ્ટ?
એન્ડ્રોઇડ અને આઇફોન વચ્ચે WhatsApp ચેટ ટ્રાન્સફર કરવી થઈ સરળ!