Home Gujarat So Far 159 Dead Bodies Have Been Handed Over To The Families

કુલ 202 મૃતકોના DNA સેમ્પલ મેચ થયા : અત્યાર સુધી 159 મૃતદેહ પરિવારજનોને સોંપાયા

કુલ 202 મૃતકોના DNA સેમ્પલ મેચ થયા
Published by: OBS Bureau
Last Updated: Jun 18, 2025, 10:15 AM IST

અમદાવાદમાં એર ઈન્ડિયાનું પ્લેન ક્રેશ થયાને આજે 6 દિવસ વિતી ચૂક્યા છે. આજે સાતમાં દિવસે પણ મૃત્યુ પામેલા લોકોના મૃતદેહો સુપરત કરવાની પ્રક્રિયા ઝડપથી ચાલી રહી છે. 18 જૂન 2025ના રોજ સવારે 10:45 વાગ્યા સુધીના અપડેટ મુજબ કુલ 190 DNA સેમ્પલ મેચ થઈ ચૂક્યા છે. આ પૈકી, 159 મૃતદેહ સોંપાયા છે અને 33 મૃતદેહ સોંપવાના બાકી છે. જેમાંથી 15 મૃતદેહના પરિવારજનો અન્ય મૃતદેહ મળે તેની રાહ જોઈ રહ્યા છે.

125 ભારતીય, 4 પોર્ટુગીઝ, 27 બ્રિટિશ અને 1 કેનેડિયન નાગરિકતા ધરાવતા મુસાફરના મૃતદેહ સોંપી દેવાયા છે. જ્યારે 2 વિદેશી નાગરિકોના મૃતદેહ વિદેશ મોકલી આપવામાં આવ્યા છે.અત્યાર સુધીમાં 139 લોકોના ડેથ સર્ટિફિકેટ પણ ઈસ્યૂ કરી દેવામાં આવ્યા છે. 5 પરિવારો નજીકના સમયમાં સ્વજનોના પાર્થિવ દેહ સ્વીકારવા આવશે. 10 પરિવારો સાથે તંત્ર સંપર્કમાં છે. અને 15 પરિવારો બીજા સ્વજનના DNA મેચની રાહમાં તેમજ ત્રણ પરિવારોના ઓળખ પુરાવાની પ્રોસેસ ચાલી રહી છે. દુર્ઘટનામાં બચનાર એકમાત્ર પેસેન્જર વિશ્વાસકુમારને પણ સિવિલ હોસ્પિટલ માંથી રજા આપવામાં આવી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now