Home Tech/Gadgets Smartphone Storage Full Reasons And Prevention Tips 2026

મોબાઈલ યુઝર્સની આ ભૂલો સ્ટોરેજને કરી દે છે ફૂલ : નવો ફોન ખરીદવાની નોબત આવે તે પહેલા સાવધાન

મોબાઈલ યુઝર્સની આ ભૂલો સ્ટોરેજને કરી દે છે ફૂલ
Published by: OBS Bureau
Last Updated: Mar 07, 2026, 07:30 PM IST

આજના સમયમાં એન્ડ્રોઈડ ફોનમાં 128 GB કે 256 GB જેવી મોટી સ્ટોરેજ મળતી હોવા છતાં થોડા જ સમયમાં મેમરી ફુલ થઈ જવાની ફરિયાદ ઉઠતી હોય છે. વારંવાર સ્ટોરેજ ફુલ થવાને કારણે ફોન હેંગ થવા લાગે છે અને તેની કાર્યક્ષમતા પર માઠી અસર પડે છે. ઘણી વખત લોકો મજબૂરીમાં નવો હેન્ડસેટ ખરીદવાનું વિચારે છે જે ખિસ્સા પર મોટો ભાર વધારે છે. જો કે આ સમસ્યા માટે ફોન નહીં પરંતુ યુઝર્સની કેટલીક આદતો જવાબદાર હોય છે. જાણો એવી કઈ બાબતો છે જે તમારા સ્માર્ટફોનની સ્પેસને રાક્ષસી ગતિએ ભરી દે છે.

બિનજરૂરી સ્ક્રીનશોટ અને ડુપ્લિકેટ ફોટાનો ભરાવો

આપણી ગેલેરીમાં નજર કરીએ તો એવા અસંખ્ય સ્ક્રીનશોટ જોવા મળશે જે તે સમયે કોઈ કામ માટે પાડ્યા હતા પરંતુ હવે તેનો કોઈ ઉપયોગ નથી. ઓનલાઈન શોપિંગના આઈટમ્સથી લઈને સોશિયલ મીડિયાની પોસ્ટના સ્ક્રીનશોટ ફોનની મેમરી રોકી રાખે છે. આ સિવાય એક સરખા દેખાતા ડુપ્લિકેટ ફોટા પણ મોટા પ્રમાણમાં સ્પેસ રોકે છે. આ કચરાને નિયમિત સાફ ન કરવાની આદત સ્ટોરેજને જલ્દી ભરી દે છે.

મેસેજિંગ એપ્સ પર આવતો ડેટા

વોટ્સએપ કે ટેલિગ્રામ જેવી મેસેજિંગ એપ્સ પર દરરોજ હજારોની સંખ્યામાં ફોટા અને વીડિયો આવતા હોય છે. ખાસ કરીને ગુડ મોર્નિંગના મેસેજ અને ફોરવર્ડ કરેલા વીડિયો ડાયરેક્ટ ફોનની ગેલેરીમાં સેવ થઈ જાય છે. જો તમે આ એપ્સનું ઓટો ડાઉનલોડ ફીચર બંધ નથી રાખતા તો થોડા જ દિવસોમાં અનેક GB ડેટા જમા થઈ જાય છે જે યુઝરની જાણ બહાર સ્ટોરેજને ખતમ કરે છે.

ઉપયોગ વગરની એપ્લિકેશન્સ

ઘણી વખત આપણે કોઈ ખાસ જરૂરિયાત માટે કોઈ એપ ડાઉનલોડ કરીએ છીએ અને કામ પૂરું થયા પછી તેને અનઈન્સ્ટોલ કરવાનું ભૂલી જઈએ છીએ. આવી અનેક એપ્સ બેકગ્રાઉન્ડમાં ડેટા રોકે છે અને અપડેટ્સ દ્વારા વધુ સ્પેસ લેતી જાય છે. ફોનમાં રાખેલી આવી નકામી એપ્સ સ્ટોરેજ ફુલ કરવાનું મુખ્ય કારણ બને છે.

ઓફલાઈન કન્ટેન્ટનો અદ્રશ્ય ભાર

યુટ્યુબ કે સ્પોટિફાઈ જેવી એપ્સમાં વીડિયો અને મ્યુઝિક ઓફલાઈન જોવા માટે ડાઉનલોડ કરવાની સુવિધા હોય છે. આ ફાઈલો ગેલેરીમાં દેખાતી નથી પરંતુ તે એપની અંદર ડેટા તરીકે સચવાયેલી હોય છે. યુઝર્સ ઘણીવાર જૂના ડાઉનલોડ કરેલા વીડિયો ડિલીટ કરવાનું ભૂલી જાય છે જેને કારણે ફોનની સિસ્ટમ સ્ટોરેજ પર સતત દબાણ વધતું રહે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now