Home National Skyroot Aerospace Becomes Indias First Space Tech Unicorn Funding News

અવકાશમાં ભારતનો ડંકો : Skyroot Aerospace બની દેશની પ્રથમ 'સ્પેસ યુનિકોર્ન', મેળવ્યું $60 મિલિયનનું ફંડિંગ

Skyroot Aerospace
Published by: Nirali Gohil
Last Updated: May 07, 2026, 07:34 AM IST

ભારતના ખાનગી સ્પેસ સેક્ટર માટે આજનો દિવસ સુવર્ણ અક્ષરે લખાશે. હૈદરાબાદ સ્થિત સ્પેસ-ટેક સ્ટાર્ટઅપ 'સ્કાયરૂટ એરોસ્પેસ' એ $1.1 બિલિયન (આશરે ₹9,200 કરોડથી વધુ) ના મૂલ્યાંકન સાથે ભારતની પ્રથમ સ્પેસ-ટેક 'યુનિકોર્ન' બનવાનું બહુમાન મેળવ્યું છે. કંપનીએ તાજેતરમાં પ્રખ્યાત વૈશ્વિક રોકાણકારો પાસેથી આશરે $60 મિલિયન (₹500 કરોડથી વધુ) નું નવું ભંડોળ એકત્ર કર્યું છે. આ સફળતા માત્ર એક કંપનીની નથી, પરંતુ ભારતની વધતી જતી ખાનગી અવકાશ ક્ષમતાનું પ્રતીક છે. ઇસરો (ISRO) ના પૂર્વ વૈજ્ઞાનિકો દ્વારા શરૂ કરવામાં આવેલી આ કંપનીએ સાબિત કરી દીધું છે કે અવકાશ વિજ્ઞાનમાં હવે ખાનગી ક્ષેત્ર પણ ગ્લોબલ પ્લેયર્સને ટક્કર આપવા તૈયાર છે.

વૈશ્વિક દિગ્ગજોનો વિશ્વાસ: બ્લેકરોક અને સિંગાપોર GICનું રોકાણ

સ્કાયરૂટના આ લેટેસ્ટ ફંડિંગ રાઉન્ડનું નેતૃત્વ સિંગાપોરના સોવરિન વેલ્થ ફંડ GIC અને શેરપાલો વેન્ચર્સ (Sherpalo Ventures) દ્વારા કરવામાં આવ્યું હતું. આ રાઉન્ડમાં વિશ્વની સૌથી મોટી એસેટ મેનેજમેન્ટ કંપની બ્લેકરોક (BlackRock) એ પણ ભાગ લીધો છે. ગૂગલના શરૂઆતના રોકાણકાર રામ શ્રીરામ હવે સ્કાયરૂટના બોર્ડમાં જોડાશે, જે આ સ્ટાર્ટઅપની વિશ્વસનીયતામાં મોટો વધારો કરે છે.

વિક્રમ-1 લોન્ચિંગની તૈયારીઓ તેજ

નવા મળેલા ભંડોળનો ઉપયોગ કંપની તેના આગામી મોટા મિશન 'વિક્રમ-1' (Vikram-1) માટે કરશે. વિક્રમ-1 એ ભારતનું પ્રથમ ખાનગી ઓર્બિટલ રોકેટ છે, જે ટૂંક સમયમાં લોન્ચ થવા જઈ રહ્યું છે. આ ઉપરાંત, કંપની તેની મેન્યુફેક્ચરિંગ ક્ષમતા વધારવા અને ભવિષ્યના ભારે રોકેટ 'વિક્રમ-2' ના વિકાસ પર પણ ધ્યાન કેન્દ્રિત કરશે. વિક્રમ-2 એ ક્રાયોજેનિક સ્ટેજ ધરાવતું અત્યાધુનિક રોકેટ હશે જે વધુ વજનવાળા સેટેલાઇટ્સ અવકાશમાં લઈ જઈ શકશે.

Gold Silver Price Today: સોના-ચાંદીની કિંમતમાં થયો મોટો ઉછાળો, જાણો આજનો લેટેસ્ટ દર

ISRO ના પૂર્વ વૈજ્ઞાનિકોનો કમાલ

વર્ષ 2018 માં પવન કુમાર ચાંદના અને નાગા ભરત ડાકા દ્વારા સ્થાપિત આ કંપનીએ વર્ષ 2022 માં ભારતનું પ્રથમ ખાનગી રોકેટ 'વિક્રમ-S' લોન્ચ કરીને દુનિયાનું ધ્યાન ખેંચ્યું હતું. ત્યારથી સ્કાયરૂટ સતત પ્રગતિ કરી રહી છે. અત્યાર સુધીમાં કંપનીએ કુલ $160 મિલિયનથી વધુનું ભંડોળ એકત્ર કર્યું છે, જે ભારતીય સ્પેસ-ટેક ઇકોસિસ્ટમમાં કોઈપણ ખાનગી કંપની માટે સૌથી વધુ છે.

આ કંપની આપી રહી છે 1 શેર પર 6 Bonus Share: આ અઠવાડિયે છે રેકોર્ડ ડેટ

ભારતનું ગ્લોબલ સ્પેસ માર્કેટ પર નિશાન

ભારત સરકારે સ્પેસ સેક્ટરમાં ખાનગી ભાગીદારી માટે દરવાજા ખોલ્યા બાદ સ્ટાર્ટઅપ્સની સંખ્યામાં તેઝીથી વધારો થયો છે. વર્ષ 2014 માં માત્ર એક સ્પેસ સ્ટાર્ટઅપ હતું, જે આજે વધીને 300 થી વધુ થઈ ગયું છે. ભારતનો લક્ષ્યાંક વર્ષ 2035 સુધીમાં વૈશ્વિક સ્પેસ ઇકોનોમીમાં 8% હિસ્સો મેળવવાનો છે અને સ્કાયરૂટ જેવી કંપનીઓ આ સપનાને સાકાર કરવામાં મહત્વની ભૂમિકા ભજવશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now