Home Business Alka India Bonus Share Record Date 2026 Gujarati

આ કંપની આપી રહી છે 1 શેર પર 6 Bonus Share : આ અઠવાડિયે છે રેકોર્ડ ડેટ

બોનસ શેર
Image Credit: AI
Published by: Chintan Chavda
Last Updated: May 07, 2026, 02:50 AM IST

Penny Stocks: શેર બજારમાં પેની સ્ટોક્સમાં રસ ધરાવતા રોકાણકારો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. Alka India Ltd એ પોતાના રોકાણકારોને પ્રથમ વખત બોનસ શેર આપવાની જાહેરાત કરી છે. કંપનીએ 1:6 ના અનુપાતમાં બોનસ શેર ઈશ્યૂ કરવાની જાહેરાત કરી છે, એટલે કે રોકાણકારોને તેમના દરેક 1 શેર સામે 6 વધારાના શેર મળશે.

કંપનીના આ નિર્ણય બાદ બજારમાં શેર પ્રત્યે રોકાણકારોની રસદારી વધુ વધી છે. ખાસ કરીને નાના રોકાણકારો માટે આ જાહેરાત મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે, કારણ કે બોનસ શેર દ્વારા રોકાણકારોના શેરોની સંખ્યા વધે છે અને લાંબા ગાળે તેની અસર લિક્વિડિટી અને ટ્રેડિંગ વોલ્યુમ પર પણ જોવા મળે છે.

8 મે છે બોનસ શેર માટે રેકોર્ડ ડેટ

કંપનીએ સ્ટોક એક્સચેન્જને આપેલી માહિતી મુજબ બોનસ શેર માટે 8 મે 2026 ને રેકોર્ડ ડેટ તરીકે નક્કી કરવામાં આવી છે. એટલે કે જે રોકાણકારોના નામ આ તારીખે કંપનીના રેકોર્ડ બુકમાં હશે, તેઓને બોનસ શેરનો લાભ મળશે.

જો કોઈ રોકાણકાર પાસે રેકોર્ડ ડેટ પહેલાં કંપનીનો 1 શેર હશે, તો તેને વધારાના 6 શેર આપવામાં આવશે. નોંધનીય બાબત એ છે કે કંપનીએ અત્યાર સુધી કોઈ સ્ટોક સ્પ્લિટ કર્યું નથી અને આ તેનો પ્રથમ બોનસ ઈશ્યૂ છે.

આ પહેલાં ગયા મહિને 27 તારીખે કંપનીનો શેર એક્સ-ડિવિડન્ડ ટ્રેડ થયો હતો. ત્યારે કંપનીએ પ્રતિ શેર ₹0.04નો ડિવિડન્ડ જાહેર કર્યો હતો.

આ Peny Stock એ રોકાણકારોને ચોંકાવ્યા: ટૂંકાગાળામાં આપ્યું બમ્પર રિટર્ન, કિંમત તો ₹ 20 થી પણ ઓછી!

શેરમાં જોરદાર તેજી, 3 મહિનામાં પૈસા થયા ડબલ

બોનસ શેરની જાહેરાત બાદ કંપનીના શેરમાં જોરદાર ખરીદી જોવા મળી રહી છે. ગુરુવારે શેરમાં 5 ટકાનો અપપર સર્કિટ લાગ્યો હતો અને શેર ₹21.91ના ઇન્ટ્રા-ડે હાઈ સુધી પહોંચ્યો હતો. આ કંપનીનો 52 અઠવાડિયાનો સૌથી ઊંચો સ્તર છે.

છેલ્લા 1 મહિનામાં કંપનીના શેરમાં અંદાજે 47 ટકાની તેજી નોંધાઈ છે. જ્યારે છેલ્લા એક વર્ષ દરમિયાન શેરે રોકાણકારોને લગભગ 176 ટકાનું મજબૂત રિટર્ન આપ્યું છે.

કંપનીનો 52 અઠવાડિયાનો નીચો સ્તર ₹7.20 રહ્યો છે. હાલ કંપનીનું માર્કેટ કેપ લગભગ ₹10.96 કરોડ છે, જેના કારણે આ સ્ટોક સ્મોલ-કેપ અને પેની સ્ટોક કેટેગરીમાં આવે છે.

પ્રમોટર્સ પાસે 95 ટકા હિસ્સેદારી

સપ્ટેમ્બર 2025 સુધીની શેરહોલ્ડિંગ પેટર્ન મુજબ કંપનીમાં પ્રમોટર્સની હિસ્સેદારી લગભગ 95 ટકા હતી. જ્યારે માત્ર 5 ટકા હિસ્સો જાહેર રોકાણકારો પાસે હતો.

ઉચ્ચ પ્રમોટર હોલ્ડિંગ સામાન્ય રીતે કંપની પ્રત્યે પ્રમોટર્સના વિશ્વાસને દર્શાવે છે, પરંતુ ઓછી પબ્લિક હોલ્ડિંગના કારણે શેરમાં વોલેટિલિટી વધુ જોવા મળી શકે છે.

મહારત્ન કંપનીના નફામાં 156% નો જંગી વધારો!: રોકાણકારો માટે જાહેર કર્યું ડિવિડન્ડ

ત્રિમાસિક પરિણામોમાં મોટો સુધારો

જાન્યુઆરીથી માર્ચ 2026 દરમિયાન કંપનીએ નફામાં મજબૂત સુધારો નોંધાવ્યો છે. કંપનીનો નેટ પ્રોફિટ ₹0.82 કરોડ રહ્યો હતો. જ્યારે ગયા વર્ષે સમાન ત્રિમાસિક ગાળામાં કંપનીને ₹0.38 લાખનું નુકસાન થયું હતું.

નફામાં થયેલા આ સુધારાને કારણે પણ રોકાણકારો કંપનીના શેરમાં રસ દાખવી રહ્યા છે. નાના કદની કંપનીઓમાં નફાકારકતા વધે ત્યારે શેરમાં ઝડપી મૂવમેન્ટ જોવા મળતી હોય છે.

1993માં થઈ હતી કંપનીની સ્થાપના

Alka India Ltdની સ્થાપના વર્ષ 1993માં થઈ હતી. કંપની FMCG સેક્ટરમાં કાર્યરત છે. કંપની મહારાષ્ટ્રમાં રજિસ્ટર્ડ છે, જ્યારે તેનું કોર્પોરેટ ઓફિસ અમદાવાદમાં આવેલું છે.

FMCG ક્ષેત્રમાં કામ કરતી ઘણી સ્મોલ-કેપ કંપનીઓ છેલ્લા કેટલાક વર્ષોમાં રોકાણકારોના રડાર પર આવી છે, કારણ કે વપરાશ આધારિત બિઝનેસમાં વૃદ્ધિની સંભાવનાઓ વધારે માનવામાં આવે છે.

200% રિટર્ન આપનાર ફાર્માસ્યુટિકલ કંપનીએ જાહેર કર્યા બોનસ શેર!: જાણો રેકોર્ડ ડેટ

બોનસ શેરનો રોકાણકારોને શું ફાયદો?

બોનસ શેર મળવાથી રોકાણકારોના કુલ શેરોની સંખ્યા વધી જાય છે. જોકે કંપનીનું કુલ મૂલ્ય બદલાતું નથી, પરંતુ શેર વધુ સસ્તો દેખાવા લાગે છે જેના કારણે રિટેલ રોકાણકારોની ભાગીદારી વધી શકે છે.

સામાન્ય રીતે બોનસ ઈશ્યૂ પછી શેરમાં ટ્રેડિંગ વોલ્યુમ વધતું જોવા મળે છે. જોકે નિષ્ણાતોનું માનવું છે કે માત્ર બોનસ શેરને આધારે રોકાણનો નિર્ણય લેવાને બદલે કંપનીના ફંડામેન્ટલ્સ, નફાકારકતા અને બિઝનેસ મોડલનું વિશ્લેષણ કરવું જરૂરી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now