Home Gujarat Serious Accident On Palanpur Abu Highway In Banaskantha

પાલનપુર-આબુ હાઇવે પર ગંભીર અકસ્માત : ટ્રક ડિવાઈડર કૂદી સામેની કાર પર કાળ બની ત્રાટકી, 5થી વધુના મોત

પાલનપુર-આબુ હાઇવે પર ગંભીર અકસ્માત
Published by: OBS Bureau
Last Updated: Jan 24, 2026, 02:18 PM IST

બનાસકાંઠા જિલ્લામાં એક ગમખ્વાર માર્ગ અકસ્માતમાં 5થી વધુ લોકોના કમકમાટી ભર્યા મોત થતાં સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. આ દુર્ઘટના પાલનપુર–આબુ હાઇવે પર સર્જાઈ હતી, જ્યાં એક ટ્રક ડિવાઈડર કૂદી સામેની કારને અડફેટે લેતા ભયાનક અકસ્માત થયો હતો.

ટ્રક ડિવાઈડર કૂદી સામેની કારને અડફેટે લીધી

પ્રાપ્ત માહિતી મુજબ, આબુરોડ તરફથી પૂરપાટ ઝડપે આવી રહેલા ટ્રકના ચાલકે અચાનક સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો, જેના કારણે ટ્રક રોડના ડિવાઈડર ઉપરથી કૂદીને સામેના ટ્રેક પર આવી રહેલી કાર પર કાળ બનીને ત્રાટકી હતી. ટ્રકની જોરદાર ટક્કરના કારણે કાર સંપૂર્ણ રીતે ચૂરચૂર થઈ ગઈ હતી.

કારમાં સવાર 5થી વધુ લોકોના મોત

આ અકસ્માતમાં રાજસ્થાનથી આવી રહેલા એક પરિવારને કાળ ભેટ્યો હતો. કારમાં સવાર 5થી વધુ લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હોવાનું જાણવા મળ્યું છે. અકસ્માત એટલો ભયાનક હતો કે બચાવ કામગીરી માટે પહોંચેલા લોકો પણ હચમચી ગયા હતા.

ઘટનાની જાણ થતાં પોલીસ અને એમ્બયુલેન્સ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા છે અને અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ ભયાનક દુર્ઘટનાએ ફરી એકવાર હાઇવે પર વધતી ઝડપ અને બેદરકારી સામે ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now